નવી દિલ્હી: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પત્રકાર પરિષદમાં પરપ્રાંતિય મજૂરોને સ્થળાંતર ન થવા અપીલ કરી હતી. કારણ કે, કોરોના વાઈરસના ચેપને ધ્યાનમાં રાખીને લાગુ કરાયેલા લોકડાઉનમાં મજૂરોના સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ છે. લોકડાઉન આજે અથવા કાલે સમાપ્ત થશે. તે પછી દરેકને નોકરી મળશે. દરેકના હિતમાં રહેશે કે, જેઓ જ્યા છે ત્યા જ રહે સરકાર તેમના માટે કાર્યરત છે.
મજૂરોને દુ:ખી જોઈને દુ:ખ થાય છે
કેજરીવાલે કહ્યું કે, તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો છતાં કામદારોનું સ્થળાંતર અટક્યું નથી. સોશિયલ મીડિયા પર તેના રિપોર્ટ જોઈને માલુમ પડે છે કે, કામદારોની સ્થિતિ દયનીય છે. પગમાં ફોલ્લાઓ છે, કેટલાક તેમના બાળકોને ખભા પર સેંકડો કિલોમીટર ચાલે છે, કેટલાક તેની માતાને ઉંચકીને ચાલી રહ્યા છે. આ આ બધું જોઈને ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે. એવું લાગે છે કે, આખી સિસ્ટમ જ નિષ્ફળ ગઈ છે.
કોઈ સરકારો કામ કરી રહી નથી. એટલા માટે તેઓ વિનંતી કરે છે કે, દિલ્હીમાં ગમે તે મજૂરો હોય, તેઓ કોઈ પણ રાજ્યમાંથી આવતા હોય, ત્યાં જ રોકાઈ જાવ. દિલ્હી સરકાર તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી રહી છે. લોડાઉન પૂરું થયા બાદ તેમને કામ પણ મળશે. મજૂરો માટે સરકાર ઘરે જવાની વ્યવસ્થા કરી રહી છે.