ગુજરાત

gujarat

ETV Bharat / bharat

106 વર્ષના વૃદ્ધ સહિત પરિવારના 11 સભ્યોએ આપી કોરોનાને મ્હાત - કોરોના વાઇરસ

કોરોના વાઇરસથી કોઇ પણ બચી શકતું નથી. રાજધાની દિલ્હીમાં એક જ પરિવારના 11 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતાં. જેમાં એક 106 વર્ષના વૃદ્ધ પણ સામેલ હતાં. હાલમાં પરિવારના તમામ સભ્યોએ કોરોનાને મ્હાત આપી છે.

106 વર્ષના વૃદ્ધ સહિત પરિવારના 11 સભ્યોએ આપી કોરોનાને મ્હાત
106 વર્ષના વૃદ્ધ સહિત પરિવારના 11 સભ્યોએ આપી કોરોનાને મ્હાત

By

Published : Jul 12, 2020, 4:57 PM IST

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખ 10 હજારને પાર પહોંચ્યોં છે. અત્યાર સુધીમાં એવા કેટલાક કેસ સામે આવ્યા છે જેમાં કોરોનામાં પુરો પરિવાર સપડાયો હોય. તેવી જ એક કહાની જૂની દિલ્હીના નવાબગંજમાં રહેતા મુખ્તાર અહમદના પરિવારની છે.

રાજધાનીના નવાબગંજમાં રહેતા મુખ્તાર અહમદનો પરિવાર કોરોનાથી સંક્રમિત મળી આવ્યો હતો. જેમાં પરિવારના 11 સભ્યોને કોરોના થયો હતો. મહત્વનું તો એ છે કે પરિવારના તમામ સભ્યો હાલ ખતરામાંથી બહાર છે. જેમાં 106 વર્ષના મુખ્તાર અહમદ પણ સામેલ છે. જેને પણ કોરોનાને મ્હાત આપી હતી.

ABOUT THE AUTHOR

...view details