ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, દિલ્હીની હોસ્પિટલમાં હવે માત્ર દિલ્હીના લોકોની જ સારવાર - hospital

દિલ્હીની હોસ્પિટલમાં હવે માત્ર દિલ્હીના લોકોની જ સારવાર થશે તેવી જાહેરાત આજરોજ રવિવારે સીએમ કેજરીવાલે કરી હતી.

દિલ્હી કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, દિલ્હીની હોસ્પિટલમાં હવે માત્ર દિલ્હીના લોકોની જ સારવાર
દિલ્હી કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, દિલ્હીની હોસ્પિટલમાં હવે માત્ર દિલ્હીના લોકોની જ સારવાર

By

Published : Jun 7, 2020, 1:15 PM IST

નવી દિલ્હી : દિલ્હીની હોસ્પિટલોમાં હવે માત્ર દિલ્હીના લોકોની જ સારવાર થશે. મુખ્ય પ્રધાન કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી.

ડૉ. મહેશ વર્મા કમિટિએ દિલ્હી સરકારને સુચન કર્યુ હતુ કે દિલ્હીમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર થવી જોઇએ. દિલ્હીની હોસ્પિટલો બહારના લોકો માટે હવે વધુ સારવારનો ખર્ચ સહન નહી કરી શકે.

આ મુદ્દા પર દિલ્હી સરકારે લોકલ જનતા પાસે સુચનો માગ્યા હતા. જેના પગલે આજરોજ રવિવારે મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને દિલ્હી કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે દિલ્હીમાં હવે માત્ર દિલ્હીના લોકોની જ સારવાર થશે. દિલ્હી સરકારની હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર થશે જ્યારે કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં તમામની સારવાર થશે. વધુમાં મુખ્ય પ્રધાને કહ્યું કે દિલ્હી બોર્ડર આવતીકાલથી ખોલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details