નવી દિલ્હી: દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કોરોનાવાયરસ સામે લડવા માટે વિવિધ ક્ષેત્રના લોકો સુધી પહોંચી પીએમ કેયર્સ ફંડ માટે દાન એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ કરી છે.
ભાજપ નેતા મનોજ તિવારીનું પીએમ કેયર્સ ફંડ માટે અનોખું અભિયાન - કોરોનાવાઈરસ ન્યૂઝ
કોરોનાવાયરસ સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડ માટે દાન એકત્રિત કરવા માટે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ વિવિધ ક્ષેત્રના લોકો સુધી પહોંચવાની ઝુંબેશ શરૂ કરી છે. તિવારીએ આ અભિયાન દ્વારા પીએમ કેયર્સ ફંડ માટે 1.14 કરોડથી વધુ ફંડ ભેગુ કર્યુ છે.
manoj
સરકાર દ્વારા એક સાર્વજનિક સેવાભાવી ટ્રસ્ટ - ઇમર્જન્સી સિચ્યુએશન્સમાં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત (પીએમ કેયર્સ) ભંડોળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકો કોરોનાવાયરસ સામે લડવા આર્થિક રિતે મદદ કરવા પૈસા દાનમાં આપી રહ્યાં છે.
મનોજ તિવારીએ કહ્યું કે તેમણે પોતાના અભિયાન દ્વારા પીએમ કેયર્સ ફંડ માટે 1.14 કરોડ એકત્રિત કર્યા છે. આ સાતે તેમણે કહ્યું કે તેમનું આ અભિયાન લોકડાઉનના અંત સુધી ચાલુ રહેશે.