આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રાની સરોજિની નાયડુ (એસ.એન.) મેડિકલ કોલેજની મહિલા ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કર્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરથી 20 કિમી દૂર ડૌકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બમરોલી કટારા ખાતેથી મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ બુધવારે મોડી રાત્રે થઇ હતી. મૃતક એસ.એન.મેડિકલ કોલેજમાં એમ.ડી. કરી રહી હતી. મૃતક યોગિતા ગૌતમ એસ.એન.હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગમાં જુનિયર ડૉક્ટર હતી.
આગ્રામાં મહિલા ડૉક્ટરની હત્યા, સાથી ડૉક્ટરની ધરપકડ
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઓળખ દિલ્હીની રહેવાસી યોગિતા ગૌતમ તરીકે થઈ છે. તે આગ્રાની એસ.એન. મેડિકલ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી હતી. વાંચો સમગ્ર મામલો શું છે…
પરિવારજનોની ફરિયાદના આધારે જાલૌન પોલીસે આરોપી તબીબને ઉરઇથી આગ્રા પોલીસની બાતમી આધારે ઝડપી લીધો છે. આરોપીની કારના સીસીટીવી ફૂટેજ પણ આગ્રામાં મળી આવ્યાં છે. એસએસપીએ જણાવ્યું કે, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કેવી રીતે હત્યા કરી તેની તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, ડૉ. વિવેક તિવારી પર લાંબા સમયથી યોગિતા ગૌતમ સાથે લગ્ન કરવાનું દબાણ હતું. યોગિતાએ લગ્ન કરવાની ના પાડી હતી. જેના પર આરોપીએ ફોન પર ધમકી આપી હતી. મૃતદેહની ઓળખ થતાંની સાથે જ એસ.એન. મેડિકલ કોલેજના સાથી ડૉક્ટર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસની બાતમી પરથી દિલ્હીમાં રહેતા મૃતકના સંબંધીઓ આગ્રા આવી રહ્યા છે.