ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ચૂંટણી પંચે મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી - Number of candidates

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. ચૂંટણી માટે સૌથી જરૂરી એવા EVM મશીન અંગેની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. જેમાં કુલ 13 હજાર 751 બૂથ ઉપર 14 હજાર 484 બેલેટ યુનિટ લગાવવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે એ માટે 5 હજારથી વધુ મશીન રિઝર્વ રાખવામાં આવ્યાં છે.

Delhi Assembly Election
દિલ્હી વિધાનસભા ચૂંટણી

By

Published : Feb 7, 2020, 11:48 PM IST

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીથી મળતી માહિતી અનુસાર, દિલ્હીના તમામ બૂથ પર EVM મશીનની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPAST શામેલ છે.

  • 3 વિધાનસભામાં બેલેટ યુનિટમાં વધારો કરવામાં આવશે

EVMમાં ​​ફક્ત 16 બટન હોવાથી, જો કોઈ વિધાનસભામાં ઉમેદવારોની સંખ્યા 15 કરતાં વધારે હોય, તો ત્યાં બેલેટ યુનિટની સંખ્યામાં વધારો કરવામાં આવશે. દિલ્હીની 3 વિધાનસભા બેઠક પર ઉમેદવારોની સંખ્યા 15થી વધારે છે. માટે અહીં 2 બેલેટ યુનિટ રાખવામાં આવશે. આ સ્થિતિમાં કરાવાલ નગર, નવી દિલ્હી અને બુરારી એસેમ્બલીમાં બેલેટ યુનિટની સંખ્યા 2 રાખવામાં આવશે.

EVMમાં કુલ 3 ભાગ હોય છે. જેને કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPAT કહેવામાં આવે છે. દરેક બૂથ પર કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટની સંખ્યા 1-1 હોય છે. જ્યારે બેલેટ યુનિટની સંખ્યા ઉમેદવારોની સંખ્યા પર આધારિત હોય છે.

  • EVM રિઝર્વ રાખવામાં આવશે

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ EVMમાં ટેકનિકલ ખામી સર્જાવાની શક્યતા રહેલી છે. જેથી દરેક સ્ટ્રોંગ રૂમમાં પહેલેથી જ રિઝર્વ મશીન રાખવામાં આવ્યાં છે. આ તૈયારીને આધારે ચૂંટણી અધિકારીઓ સફળ ચૂંટણી યોજવાનો દાવો કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details