કેન્દ્રીય ચૂંટણીપંચ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. જેની સાથે જ દિલ્હીમાં આચારસંહિતા લાગી જશે. 2015માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. જ્યારે ભાજપને ત્રણ સીટ મળી હતી, તો કોંગ્રેસને એક પણ સીટ મળી નહોતી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020ની જાહેરાત અંગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી પંચે માહિતી આપશે. મહત્વનું છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયાર થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે, તે રાજ્યમાં વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડશે.