નવી દિલ્હીઃ કોરોનાના સતત વધતા જોખમ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. ડોક્ટર્સ ડે નિમિત્તે દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા તેમજ રેસીડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ આદર્શ પ્રતાપ સિંહની હાજરીમાં પ્લાઝમા ટ્રેકર એપ લૉન્ચ કરવામાં આવી હતી. જેના દ્વારા કોરોના દર્દીઓને પ્લાઝમા ડોનરની માહિતી મળી રહેશે. જે તેમને સારવારમાં મદદરૂપ થશે.
એઇમ્સ દ્વારા કોરોના સારવાર માટે પ્લાઝમા ટ્રેકર એપ લૉન્ચ થઇ “કોપલ-19” નામની આ એપ IIT દિલ્હીના એક વિદ્યાર્થી દ્વારા વિકસાવવામાં આવી છે. આ જ વિદ્યાર્થીએ દિલ્હી સરકાર માટે કોરોના એપ પણ બનાવી હતી. આ એપને યુઝરે તેના ફોનમાં ઇન્સ્ટોલ કરી તેમાં આપેલા નંબર પર સંપર્ક કરવો રહેશે, ત્યારબાદ પોતાના બ્લડગૃપ વિશેની માહિતી જણાવી તે બ્લડ બેંક ને આપવાની રહેશે. દર્દીના બ્લડ ગૃપને મેચ થયેલા પ્લાઝમા દાતાની માહિતી યુઝરને આપવામાં આવશે.
દિલ્હી એઇમ્સે કોરોના સારવાર માટે પ્લાઝમા ટ્રેકર એપ લૉન્ચ કરી આ એપ કોરોના દર્દી અને પ્લાઝમા ડોનર માટે વચ્ચે એક સેતુનું કામ કરશે. તેમજ લોકોને પ્લાઝમા દાન કરવા અંગે પ્રેરણા મળશે. કોરોનાની સારવાર માટે હજી સુધી કોઈ રસી કે દવા શોધાઈ નથી. જેના પરિણામે દવાના વિકલ્પ તરીકે સ્પેનિશ ફ્લૂની બીમારીમાં જેનો ઉપયોગ થયો હતો, તે પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કોરોના દર્દીઓ પર કરવામાં આવ્યો. જેના સકારાત્મક પરિણામ મળી રહ્યા છે.
એઇમ્સ દ્વારા કોરોના સારવાર માટે પ્લાઝમા ટ્રેકર એપ લૉન્ચ થઇ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ કોરોનાથી સંક્રમિત થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની હાલત ખૂબ ગંભીર હતી, ત્યારબાદ તેમને પ્લાઝમા થેરાપી આપવામાં આવતા તેઓ કોરોનાથી સાજા થયા હતા. આ પછી દિલ્હી સરકાર દ્વારા 200 દર્દીઓ પર પ્લાઝમા થેરાપીનો પ્રયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને ICMR દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી.