નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીની સંખ્યા 112359 થઇ છે. ભારતમાં અત્યાર સુધી 3435 લોકોના મોત થયાં છે. છેલ્લા 48 કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમિતના 1000થી વધારે કેસ સામે આવ્યાં છે. જેના કારણે દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 11088 થઇ ગઇ છે.
દિલ્હીમાં આજે 534 નવા કેસ, અત્યાર સુધી 176 લોકોના મોત - The number of corona infected patients in Delhi is 11088
રાજધાની દિલ્હીમાં 48 કલાકમાં કોરોના સંક્રમણના 1000થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને11088 થઇ ગઇ છે.
રાજધાની દિલ્હીમાં 48 કલાકમાં કોરોના સંક્રમણના 1000થી વધારે કેસ
છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં રેકોર્ડ 534 કોરોના દર્દીઓ મળી આવ્યાં છે. તેમજ કોરોનાથી 10 લોકોના મોત થયાં છે. મંગળવારે, 500 કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 176 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં હાલમાં કોરોના સંક્રમણના 5720 એક્ટિવ કેસ છે. તેમજ 5192 દર્દીઓ સ્વસ્થ થયા છે.