નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં એ સમયે અફરા-તફરી છવાઈ ગઈ હતી, જ્યારે કોચિંગ ક્લાસનો ત્રીજો માળ ધરાશાયી થયો હતો. આ દુર્ઘધટના સર્જાઈ ત્યારે ક્લાસમાં 25થી 30 બાળકો હાજર હતા. આ દુર્ઘટનામાં 20 જેટલા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે 4 બાળકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં બાળકોને ભણાવતા શિક્ષકનું પણ મોત થયું છે.
દિલ્હી: ભજનપુરામાં મોટી દુર્ઘટના, કાટમાળમાં દબાઈને 4 વિદ્યાર્થી સહિત 5ના મોત
ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં સુભાષ વિહાર શેરી નંબર-6માં ત્રીજા માળે નિર્માણાધીન બાંધકામ ધરાશાયી થતા 4 બાળકો સહિત 5 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 20થી 30 બાળકો ઘાયલ હોવાનું જણાવા મળ્યું છે.
ભજનપુરામાં મોટી દુર્ઘટના
ભજનપુરાની આ દુર્ઘટનાએ ફરી એકવાર રાજધાની દિલ્હીને હચમચાવી નાખી છે. થોડી બેદરકારીને કારણે 5 લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. જોકે સાંકડી ગલી હોવાને કારણે રાહત કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે 25થી 30 બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.