ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોના: 24 કલાકમાં વધુ 438 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - પોઝિટિવ કેસ

છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 438 કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9,333 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 129 થઈ ગયો છે.

કોવિડ-19
કોવિડ-19

By

Published : May 17, 2020, 10:21 AM IST

નવી દિલ્હી: દેશમાં 90 હજારથી વધારે કોરોના વાઈરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. શનિવારે એક જ દિવસમાં મહત્તમ 4,792 કોવિડ-19ના નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 3,979 લોકો કોરોના મુક્ત(સ્વસ્થ) થયા હતા. જ્યારે રાજધાની દિલ્હીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9,333 પર પહોંચી ગઈ છે.

24 કલાકમાં 438 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

દિલ્હીમાં કોરોના વાઈરસને કારણે 129 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં શનિવારે 438 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં દિલ્હીમાં 5,278 સક્રિય કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 3,926 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details