જૂન 2015થી માર્ચ 2019 સુધી દિલ્હી સરકારે વિધાનસભામાં 19 બિલ પાસ કર્યા હતા. આ બિલ નિર્ણય માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યુ હતુ. પરંતુ તેમાંથી 16 બિલ હજુ પણ કેન્દ્ર સરાકાર પાસે છે. હવે જ્યારે વિધાન સભાની ચૂંટણી નજીક છે, ત્યારે કેજરીવાલ સરકાર કેન્દ્ર સામે ઝુકી છે અને કેન્દ્રમાં બિલો પસાર કરાવવાના પ્રયત્નો કરી રહી છે.
દિલ્હીના 16 બિલો કેન્દ્રમાં પડતર, સમજાવટથી પસાર કરાવવા માટે કેજરીવાલના પ્રયત્નો - gujaratinews
નવી દિલ્લી : અરવિંદ કેજરીવાલ જનલોકપાલના નારા સાથે દિલ્લીની સત્તા હસ્તગત કરી હતી. સરકારમાં બિરાજમાન થયા બાદ શાળાઓ પર તવાઈ બોલાવી હતી. ઉપરાંત પ્રવાસી શિક્ષકોને કાયમી કરવા સહિતના કઠોર કાર્યો કર્યા તેમણે કર્યા છે. પરંતુ આ બધા સાથે જોડાયેલ બિલ હજુ પણ કેન્દ્ર સરકારમાં પડતર છે.
દિલ્હીના 16 બિલો કેન્દ્રમાં પડતર, સમજાવટથી પસાર કરાવવા માટે કેજરીવાલના પ્રયત્નો
2015મા જનલોકપાલ કેજરીવાલ સરકારે 11 નવેમ્બર 2015માં વિધાનસભામાં જનલોકપાલ બિલ રજુ કર્યુ હતુ. જેને 4 ડિસેમ્બર 2015માં વિધાનસભામાં પાસ કરવામાં આવ્યુ હતુ.પરંતુ ત્યારથી અત્યાર સુધી આ બિલ કેન્દ્રમાં પડતર છે.
Last Updated : Jul 14, 2019, 6:32 AM IST