ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ONGC ના DGM એ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર - ખેમલાલ આર્યે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

દેહરાદૂન સ્થિત ONGC ના ડાયરેક્ટર જનરલ મેનેજર ખેમલાલ આર્ય દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આર્યના પુત્રએ આ અંગે જણાવ્યું કે, તેમના પિતા ઘણા દિવસોથી માનસિક તણાવમાં હતા, જેથી તેમણે આ પગલું ભર્યું.

ONGC
ONGC

By

Published : Sep 11, 2020, 9:17 AM IST

Updated : Sep 11, 2020, 11:24 AM IST

દેહરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન સ્થિત ONGC ના ડાયરેક્ટર જનરલ મેનેજર ખેમલાલ આર્ય દ્વારા સંદિગ્ધ પરિસ્થિતીમાં ઝેર ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું. આ જણકારી મળતાની સાથે DGM ખેમલાલ આર્યને ONGCના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર થતા સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તબીબોએ જણાવ્યું હતું કે, ખેમલાલ આર્યની હાલત ગંભીર છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે,ONGC ઇલેક્ટ્રિક એન્ડ ટેલીકોમ યૂનિટ પર કાર્યરત ખેમલાલ આર્ય ગુરૂવારે રોજની જેમ ઓફિસ ગયા હતા. ONGC ની માહિતી મુજબ, બપોરે તેઓ ઓફિસમાં હતા ત્યારે તેમની હાલત ખરાબ હતી. જેથી તેમના પુત્રને આ અંગે જણાવામાં આવ્યું હતું, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Last Updated : Sep 11, 2020, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details