ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ અને કોંગ્રેસ: જાણો બંને પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં શું છે તફાવત - lok sabha election

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019ને લઈને કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં તથા પાર્ટીના સંસદીય બોર્ડના સદસ્યોંની ઉપસ્થિતીમાં પીર્ટીએ દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરાનું વિમોચન કર્યું.

BJP Vs congress

By

Published : Apr 8, 2019, 4:05 PM IST

ભાજપ

BJPએ ખેડૂતોના મુદ્દા પર ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે, ‘ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. દેશમાં તમામ ખેડૂતોને PM કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળશે અને નાના તથા ખેતી સાથે જોડાયેલા ખેડૂતોની સામાજીક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની યોજના હશે. PM કિસાન સમ્માન નિધિ યોજનામાં ખેડૂતોને સીધા તેમના ખાતામાં પ્રતિ વર્ષ 6000 રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસ

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, ‘વર્ષ 2030 સુધીમાં ગરીબીનું નામોનિશાન ભૂંસી નાખવા માટે કોંગ્રેસ ન્યુનતમ આવક યોજનાની શરુઆત કરશે. ભારતની 20 ટકા સૌથી ગરીબ વસ્તીને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસનું લક્ષ્ય હશે કે, કોઈ પણ ‘ભારતીય પરિવાર પછાત ન રહી જાય.’

ભાજપ

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર BJPએ જાહેર કર્યુ કે, ‘ અમારી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ માત્ર રાષ્ટ્રીય સુરક્ષા વિષયોને ધ્યાનમાં રાખવામાં આવશે. આતંકવાદ અને ઉગ્રવાદના વિરુદ્ધ ઝીરો ટૉલરેંસની નીતિને પૂરી નિષ્ઠાથી ચાલુ રાખવામાં આવશે. સુરક્ષા દળોને આતંકવાદીઓનો સામનો કરવા માટે ફી હેન્ડ નીતિ ચાલુ રહેશે.

કોંગ્રેસ

કોંગ્રેસે ટેક્સ વિશે કહ્યું હતું કે, GST તમામ વસ્તુઓ અને સેવાઓ પર એક સમાન હશે. મર્યાદિત અને આદર્શ માપદંડને અનુસાર હશે. GST 2.0 નવા વ્યવસાયો અને રોજગારી પૈદા કરતા વિકાસ ગતિને વધારવામાં આવશે.’ સાથે જ MSMEને ઋણ સુવિધા ઉપલબ્ઘ કરાવવામાં માટે રાજ્ય અને ક્ષેત્રીય સ્તર પર નવી સંસ્થાઓ(નાની બેન્કો)ની સ્થાપનાને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેનાથી MSMEને ઋણ ઉપલબ્ઘ કરાવવામાં આવી શકે.

ભાજપ

નવા ભારતને પાયામાં રાખી BJPએ જાહેર કર્યુ કે, તમામ વસવાટોને ખુલ્લામાં શૌચ મુક્ત (ઓડીએફ)નો દરજ્જો આપવામાં આવશે. 510 શહેરોમાં એક મજબૂત મેટ્રો નેટવર્ક હશે. સડક નેટવર્ક વિકસીત કરવા માટે ભારતમાલા 2.0 દ્વારા રાજ્યોને સહાયતા આપવામાં આપશે.

કોંગ્રેસ

કોંગ્રેસે આંતરિક સુરક્ષા પર કહ્યું હતું કે, કોંગ્રેસ વચન આપે છે કે, તે સુરક્ષા સ્થિતિ પર સતર્કતાથી નજર રાખશે અને ભારતના દરેક નાગરિક અને આગંતુકની સુરક્ષાની ભાવના પ્રદાન કરશે તથા કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસ અને ઉપાય કરશે. વિદેશ નીતિ પર કહ્યું હતું કે, કોંગ્રેસ દુનિયાના કોઈ પણ ભાગમાં આંતકવાદનો વિરોધ કરે છે અને આતંકવાદી જૂથ, આતંકવાદી ઘટનાઓ અને સરહદ પાર આતંકવાદને સમાપ્ત કરવા માટે અન્ય દેશો સાથે મળી કામ કરશે, આ વચન કરે છે.

ભાજપ

ભારત વર્ષ 2025 સુધીમાં 5 લાખ કરોડ ડૉલર અને વર્ષ 2032 સુધીમાં 10 લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાની મૂડીનું રોકાણ થશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી યોજના હશે.

કોંગ્રેસ

કોંગ્રેસે શહીદોંને લઈને કહ્યું હતું કે, કોંગ્રેસ શહીદોના પરિવારોને વળતરની નીતિ તૈયાર કરવા અને લાગૂ કરવાનું વચન આપે છે. આ નવી નીતિમાં પૂર્ણ વેતન અને ભથ્થાં સામેલ હશે. બાળકોની શિક્ષા માટે ધન તથા શહીદ પરિવારના સભ્યોને સરકારી નોકરી અને યોગ્ય વળતર શામેલ હશે.

મહિલાઓના મુદ્દા પર કોંગ્રેસે કહ્યું હતું કે, કોંગ્રેસ 17મી લોકસભાની પ્રથમ સભામાં અને સાથે જ રાજ્યસભામાં સંવિધાન સંશોધન બિલ પાસ કરાવીને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરશે. અમે કેન્દ્ર સરકારની સેવા નિયમોમાં સંશોધન કરીને કેન્દ્રીય નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરશે.

ABOUT THE AUTHOR

...view details