ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેંગલુરુ: સંરક્ષણ મંત્રાલયે કહ્યું, વિમાનના પરીક્ષણ સાથે અવાજનો સંબંધ છે

સંરક્ષણ મંત્રાલયે બુધવારે બપોરે અચાનક થયેલા અવાજ વિશે ટ્વિટ કર્યું હતું કે, તે સુપર સોનિક પ્રોફાઇલ્સવાળી આઇએએફની નિયમિત ફ્લાઇટ હતી, જે બેંગ્લોર એરપોર્ટથી ઉડાણ ભરશે.

સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય

By

Published : May 21, 2020, 5:30 PM IST

બેંગલુરુ: ભારતીય વાયુ સેના (આઈએએફ) ના ફાઇટર એરક્રાફ્ટની પરીક્ષણ ફ્લાઇટ દ્વારા બુધવારે બપોરના સમયના ખળભડાટ સર્જાયો હતો. જ્યારે બપોરે બૂમિંગ સાઉન્ડ સંભળાયો હતો. આ અવાજ ક્યાંથી આવ્યો તે કોઈને ખબર નહોતી પડી અને ભૂકંપની અફવાઓ ફેલાઇ હતી. જેની માહિતી સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રાલયે આ ઘટનાની જાણ કર્યા પછી ટિ્‌વટ કર્યું, 'તે નિયમિત આઈએએફ પરીક્ષણ ફ્લાઇટ હતી, જે બેંગ્લુરુ એરપોર્ટથી ઉડી હતી.'

બપોરે 1:30 વાગ્યે, રહસ્યમય સોનિક અવાજ સંભાળાયો હતો. લડાકુ વિમાન ભારતીય વાયુસેનાના વિમાન સિસ્ટમો અને પરીક્ષણનું પ્રતિષ્ઠાન (એએસટીઇ)નું હતું, જે શહેરની પૂર્વ ઉપનગરમાં સરકાર દ્વારા સંચાલિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) સંરક્ષણ હવાઇમથકનો ઉપયોગ કરી રહ્યા છે.

એએસટીઇના પરીક્ષણ પાઇલટ્સ અને ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયરો તમામ લશ્કરી વિમાનોનું પરીક્ષણ કરે છે. આ અવાજ ત્યારે થયો જ્યારે વિમાન 36,000 થી 40,000 ફૂટની ઊંચાઇ પર હતું.

ADMAના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં વિસ્ફોટનો અવાજ ભૂકંપનો નથી તેનાથી ગભરાવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details