નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથસિંહ આજે 'આત્મનિર્ભર ભારત સપ્તાહ'ની શરૂઆત કરશે. રક્ષા પ્રધાન કાર્યાલયએ રવિવારે ટ્વીટ કરી આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન સાડા ત્રણ વાગે કરવામાં આવ્યું છે.
રક્ષા પ્રધાન રાજનાથ સિંહ 'આત્મનિર્ભર ભારત સપ્તાહ'ની કરશે શરૂઆત - રક્ષા પ્રધાન રાજનાથ સિંહ
રક્ષા પ્રધાન રાજનાથસિંહ આજે 'આત્મનિર્ભર ભારત સપ્તાહ'ની શરૂઆત કરશે. આ અંગે રક્ષાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે.
રાજનાથસિંહે એક ડિઝિટલ આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક 'આત્મનિર્ભર ભારત'નું નિર્માણ કરવામાં આવશે. જે રોટી, કપડા, મકાન, સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં સ્વાવલંબી હશે.'
આ દરમિયાન રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ઘરેલુ રક્ષા ઉદ્યોગને વેગ આપવા એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. જેમાં 101 હથિયારો અને સૈન્ય ઉપકરણોની આયાત પર 2024 સુધી રોક લગાવવાની રવિવારે ઘોષણા કરી છે. આ ઉપકરણોમાં હેલિકોપ્ટર, માલવાહક વિમાન, પારંપરિક સબમરિન અને ક્રુઝ મિસાઈલ સામેલ છે.