નવી દિલ્હી : ભારત અને ચીન સીમા વિવાદને લઇને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદાખની મુલાકાતે પહોંચી ગયા છે. આ બે દિવસના પ્રવાસમાં તે જમ્મુ કાશ્મીર પણ જશે. રાજનાથ સિંહે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
જાણકારી અનુસાર તે આજે લદાખ અને કાલે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. જાણકારી અનુસાર તે સીમા પર તૈનાત જવાનો સાથે પણ વાતચીત કરશે અને હાલ સીમાની સ્થિતિ અંગેની સમીક્ષા કરશે. આ દરમિયાન તેની સાથે ચીફ ઓફ ડિફેન્સનો સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે પણ તેમની સાથે હાજર રહેશે.
રાજનાથ સિંહે લેહલ પહોંચીને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલા વિવાદને લઇને લેહ પહોંચેલા રાજનાથ સિંહ વરિષ્ઠ અઘિકારીઓ સાથે વાતચીત કરશે.