- કેસરીયા વિધાનસભા મત વિસ્તારમાં રાજનાથ સિંહે સભા ગજવી
- 3 નવેમ્બરના રોજ મતદાન
- શાલિની મિશ્રાને મત આપવા અપીલ કરી
પટના : બિહારમાં લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી યોજાઇ રહી છે. તમામ પાર્ટીના નેતાઓએ બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. આ જ ક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કેસરીયા વિધાનસભા મત વિસ્તાર પહોંચ્યા છે. જ્યાં તેમને હુસૈની હાઈસ્કૂલના મેદાનમાં JDUના ઉમેદવાર શાલિની મિશ્રાની તરફેણમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમને મહાગઠબંધન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, લાઠીમાં 'તેલ પીલાવન' રેલી કરનારા લોકો શું વિકાસ કરશે?
શાલિની મિશ્રાને મત આપવા અપીલ કરી
મહાગઠબંધન પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, રોજગાર આપવાના નામે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જેઓ રાજ્યની પ્રતિભાને બીજા રાજ્યમાં ભટકવા માટે મજબૂર કરી રહ્યા છે, તેઓ આજે રોજગારની વાત કરે છે. રાજનાથે લોકોને JDUના ઉમેદવાર શાલિની મિશ્રાને મત આપવા અપીલ કરી હતી.
એક સજ્જન લાઠીમાં 'તેલા પિલાવન' રેલી કાઢે છે. એ શું વિકાસ કરશે. બિહારમાં NDA સરકારે ઘણો વિકાસ કર્યો છે. NDAની જીત બાદ વિકાસ યાત્રા ચાલુ રહેશે.
-રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન
વિકાસના માર્ગ પર બિહાર
રાજનાથસિંહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય પક્ષના આધારે કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ રાખ્યો નથી. દેશને સમૃદ્ધ બનાવવા માટે વડાપ્રધાન મોદીની વિચારસરણી દરેક રાજ્યને સમૃદ્ધ બનાવવાની છે.
બિહારમાં 3 તબક્કામાં મતદાન
રાજનાથ સિંહે જણાવ્યું કે, બિહારમાં રસ્તા અને વીજળીની હાલતમાં NDA સરકારમાં સુધારો થયો છે અને રાજ્ય વિકાસના માર્ગ પર છે. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 16 જિલ્લામાં 71 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે.