સિંહએ ટ્વિટ કરીને કહ્યું કે, સિયાચિનમાં હિમસ્ખલનની ઝપટમાં આવવાથી જવાનો અને નાગરિકોના મોત પર ભારે દુ:ખી છું. હું તેમના સાહસ અને રાષ્ટ્ર પ્રત્યે તેમની સેવા માટે તેમને સલામ કરૂ છું, તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.
બાદમાં અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે, સેનાના 6 જવાનો સાથે એક આઠ લોકોનું જૂથ બપોર પછી લગભગ ત્રણ વાગ્યાની આસપાસ 19 હજાર ફુટની ઉંચાઈ પર થયેલા હિમસ્ખલનની ઝપટમાં આવી ગયા હતા. નજીકની ચોકીથી બચાવ અને રાહત ઘટના સ્થળ પર પહોચ્યા હતા. આ ઘટનામાં સેનાના બે જવાનોનો બચાવ થયો છે. હિમસ્ખલનના કારણે બરફમાં દટાયેલા આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાના સાત લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા.
રક્ષા પ્રધાને સિયાચિનમાં સેનાના જવાનો અને નાગિરકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું - Defence minister condoles death of soldiers porters in siachen avalanche
નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહએ સિયાચિન ગ્લેશિયર પર હિમસ્ખલનની જપટમાં આવી જવાથી જવાન અને કુલીના મોત થયા હતા તેના પર મંગળવારના રોજ રક્ષા પ્રધાને દુખ વ્યક્ત કર્યું હતુ. સિયાચિનના ગ્લેશિયરના ઉત્તરના વિસ્તારમાં સોમવાર બપોર પછી હિમસ્ખલનના જપટમાં આવવાથી ચાર જવાનો અને બે કુલિયોની મોત થયા હતા.
![રક્ષા પ્રધાને સિયાચિનમાં સેનાના જવાનો અને નાગિરકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5109937-thumbnail-3x2-sinh.jpg)
રક્ષા પ્રધાને સિયાચિનમાં સેનાના જવાનો અને તેમના કુલિયોની મોત પર દુખ વ્યક્ત કર્યું
સિયાચિન ગ્લેશિયર કારાકોરમ પર્વતની શ્રૃંખલા 20 હજાર ફુટ પર છે, અને આ દુનીયાનું સૌથી ઉંચો સેનાનો વિસ્તાર છે. શિયાળાનાી સિઝનમાં ત્યાં જવાનોનો સામનો બર્ફથી ભરેલા તોફાનો સાથે થાય છે. તાપમાનનો પારો પણ જવાનોનો દુશ્મન બને છે અને વિસ્તારમાં તાપમાન શૂન્યથી 60 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતુ રહે છે.