કોલકાતા: કોવિડ-19ના સકારાત્મક મામલાની ઓછી સંખ્યાને લઈને આલોચનાનો સામનો કરી રહેલી પશ્ચિમ બંગાળ સરકારે આક્ષેપ કર્યો છે કે, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) દ્વારા કોલકાતાને આપવામાં આવેલી કોવિડ-19ની ટેસ્ટ કીટ ખામીયુક્ત છે.
રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ટ્વીટની શ્રેણીમાં, સરકારે કહ્યું છે કે આઇસીએમઆર-એનઆઇસીઇડી દ્વારા લગભગ બે અઠવાડિયા પહેલા પૂરી પાડવામાં આવેલી પરીક્ષણ કીટ મોટી સંખ્યામાં અનિર્ણિત પરિણામો આપી રહી છે. આ કારણોસર ફરીથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.