ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રશાંત ભૂષણ અને તેજપાલ વિરૂદ્ધ માનહાનીનો કેસ ચાલુ રહેશે: કોર્ટ - ન્યાયાધીશ કૃષ્ળા મુરારી

સર્વોચ્ચ અદાલતે નવેમ્બર 2009માં એક ન્યૂઝ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં સુપ્રીમ કોર્ટના કેટલાક વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશો પર શાબ્દિક પ્રહાર કરવાના આરોપસર પ્રશાંત ભૂષણ અને તેજપાલને માનહાનીની નોટિસ ફટકારી હતી. આજે અદાલતે પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ 2009ના ફોજદારી અવમાનના કેસમાં સુનાવણીને યોગ્ય ગણાવી છે.

SC
પ્રશાંત ભૂષણ અને તેજપાલ વિરૂદ્ધ અવમાનના પર ચાલુ રહેશે સુનાવણીઃ કોર્ટ

By

Published : Aug 10, 2020, 5:05 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાર્યકર્તા-એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ સામે 2009ના ફોજદારી અવમાનના કેસમાં વધુ સનાવણીની જરૂર છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે તે આ કેસની સુનાવણી કરશે અને જોશે કે ન્યાયાધીશો વિશે ભ્રષ્ટાચાર અંગેની ટિપ્પણી ખરેખર અવમાનના છે કે નથી.

પ્રશાંત ભૂષણ અને તેજપાલ વિરૂદ્ધ અવમાનના પર ચાલુ રહેશે સુનાવણીઃ કોર્ટ

આ બેંચમાં ન્યાયાધીશ બી.આર.ગવાઇ અને ન્યાયાધીશ કૃષ્ણા મુરારી પણ સામેલ છે. તેઓએ આ કેસની આગળની સુનાવણી 17 ઓગસ્ટે નક્કી કરી છે.

સર્વોચ્ચ અદાલતે નવેમ્બર 2009માં એક ન્યૂઝ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં સુપ્રીમ કોર્ટના કેટલાક વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશો પર હુમલો કરવાના આરોપસર ભૂષણ અને તેજપાલને અવમાનની નોટિસ ફટકારી હતી. તેજપાલ ત્યારે આ મેગેઝિનના સંપાદક હતા.

4 ઓગસ્ટના રોજ સર્વોચ્ચ અદાલતે ભૂષણ અને તેજપાલને સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ આ કેસમાં તેમનો ખુલાસો કે માફી સ્વીકારમાં નહીં આવે અને સિનાવણી ચાલુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details