ગુજરાત

gujarat

લાલ કિલ્લા હિંસા: દિલ્હી પોલીસની સ્પેશલ સેલે દીપ સિદ્ધુની ધરપકડ કરી

By

Published : Feb 9, 2021, 9:43 AM IST

પંજાબી સિંગર દીપ સિદ્ધુની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની બે ટીમો પંજાબ પહોંચી હતી. દીપ સિદ્ધુ પર કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર લોકોને ઉશ્કેરવાનો આરોપ હતો. 26 જાન્યુઆરીએ સુરક્ષા દળ અને પોલીસ કારમીઓની સંખ્યા કરતા પણ વધારે સંખ્યામાં આવેલા ખેડૂતોમાંથી અમુક અસામાજિક તત્વો કિલ્લાના ટોચ પર ચડી ગયા હતા. સિદ્ધુએ તો લાલ કિલ્લાની ટોચ પરથી ફેસબુક લાઇવ કર્યું હતું.

દીપ સિદ્ધુની ધરપકડ
દીપ સિદ્ધુની ધરપકડ

  • લાલ કિલ્લા હિંસાનો આરોપી દીપ સિદ્ધુની ધરપકડ
  • હિંસા દરમિયાન ફેસબુક લાઇવ કર્યું હતું
  • દિલ્હી પોલીસે 100000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

નવી દિલ્હી: લાલ કિલ્લાની હિંસા કેસમાં ફરાર દીપ સિદ્ધુની દિલ્હી પોલીસની સ્પેશલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ પર 100,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. લાલ કિલ્લા પર હિંસા દરમિયાન તે ફેસબુક પર લાઇવ કરતો જોવા મળ્યો હતો.

દિલ્હી પોલીસ દ્વારા 100000 રૂપિયાનું ઇનામ જાહેર

મળતી માહિતી મુજબે 26 જાન્યુઆરીના દિવસે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં હિંસા થઈ હતી. આ દરમિયાન લાલ કિલ્લા પર પણ હિંસા થઈ હતી, જ્યાં પંજાબમાં રહેતો દીપ સિદ્ધુ ફેસબુક પર લાઇવ કરતો હતો.તેની ધરપકડ પર દિલ્હી પોલીસે 100000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશલ સેલે તેની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details