સરકારે પહેલાં જ સંકેત આપ્યો છે તેમ નાબાર્ડ આ પહેલમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ પૃષ્ઠભૂમિ હેઠળ, ઇનાડુએ નાબાર્ડના અધ્યક્ષ ચિંતાલા ગોવિંદ સાથે ખેડૂત સમુદાયને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં બૅન્કની ભૂમિકા જાણવા માટે વાતચીત કરી.
મુલાકાતના અંશો:
૧. કેન્દ્ર સરકારે કૉવિડ-૧૯ આર્થિક પેકેજના ભાગરૂપે નાબાર્ડને રૂ. ૩૦,૦૦૦ કરોડનો વધારાની પુનઃધિરાણ સહાય વિસ્તારવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને આ સંસાધનો પહોંચાડવાની તમારી યોજના શું છે?
કેન્દ્રીય નાણા પ્રધાને તેમની આર્થિક પેકેજ ઘોષણામાં સંકેત આપ્યો છે કે ચોમાસા પહેલાં અને ખરીફ કામ દરમિયાન ખેડૂતોની ધિરાણ માગણી પૂરી કરવા માટે સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (આરઆરબી)ને સહાય કરવા વર્તમાન વર્ષ દરમિયાન રૂ. ૯૦,૦૦૦ કરોડના સામાન્ય ધિરાણ ઉપરાંત રૂ. ૩૦,૦૦૦ કરોડ પૂરા પાડશે.
વિશેષ નાણા પ્રવાહ સુવિધા હેઠળ આરબીઆઈએ અગાઉ જ ફાળવી દીધેલા રૂ. ૨૫,૦૦૦ કરોડ પૈકી નાબાર્ડે વિવિધ સ્તરે ધિરાણ સંસ્થાનોને રૂ. ૨૨,૯૭૭ કરોડ વિતરિત કર્યા છે.
આ ભંડોળ ખેડૂતોને ધિરાણ આપવામાં અને કૉવિડ-૧૯ રોગચાળાના કારણે નાણા પ્રવાહિતાની જે ખોટ સર્જાઈ છે તેને હલ કરવા બૅન્કનાં સંસાધનોને વધારશે.
૨. ભાડૂતી ખેડૂતો બૅન્ક પાસેથી ધિરાણ મેળવવામાં તકલીફોનો સામનો કરી રહ્યા છે. નાબાર્ડ આ સમસ્યાનો કઈ રીતે સામનો કરી રહી છે? અમે એ હકીકતને જાણીએ છીએ કે બૅન્કો ભાડૂતોને ધિરાણ જે અનૌપચારિક ભાડૂતી ચાલતી હોવાથી આપવું બાકી હતું તે વિસ્તારવા માટે સક્ષમ નથી. આ સમસ્યામાંથી બહાર નીકળવા નાબાર્ડે ભાડૂતી ખેડૂતો અને મૌખિક પટ્ટાધારી (લેસી)ને કૉલેટરલ નિઃશુલ્ક ધિરાણ આપવા માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપ તરીકે સંયુક્ત જવાબદારી સમૂહો (જેએલજી)ને ઉત્તેજન આપવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૪૧.૮૦ લાખ જેએલજીને ઉત્તેજન અપાયું હતું અને બૅન્કોએ ધિરાણ આપ્યું હતું. સરવાળે, ૯૨.૫૬ લાખ જેએલજીને બઢતી અને ધિરાણ માટે શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં રૂ. ૧,૫૪,૮૫૩.૧૦ કરોડ આપવામાં આવ્યા છે.
૩. એવી ટીકા થઈ રહી છે કે નાબાર્ડ તેની બેલેન્સ શીટ સુધારવા પર વધુ ધ્યાન આપી રહી છે અને તેના મુખ્ય ઉદ્દેશ્યોથી ભટકી રહી છે. તમારી શું ટીપ્પણી છે? મારા મત મુજબ, બેલેન્સ શીટનો વિકાસ સાંયોગિક છે અને લોકો સાથે અમારા કામકાજની સાથે-સાથે વિકાસ થઈ રહ્યો છે. વધુમાં, વિશ્વ ભરમાં એ જાણીતી વાત છે કે આર્થિક રીતે મજબૂત સંસ્થાઓ જ માત્ર એ કામ કરી શકે છે જેના માટે તે બની હોય છે. અમારી બેલેન્સ શીટની મજબૂતી જ છે જે સરકાર સહિત અમારા ભાગીદારોમાં વિશ્વાસ સર્જે છે. નાબાર્ડે હંમેશા છેવાડા સુધી એટલે કે અંતિમ લાભાર્થી (ખેડૂતો/કારીગરો/ગ્રામીણ સાહસિકો) કામકાજની સોંપણી થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મજબૂત બેલેન્સ શીટે અમારી પહોંચને વિસ્તારી છે અને આ વિશાળ દેશના એક એક ખૂણે તેના વિકાસલક્ષી કાર્યક્રમોને પહોંચાડવામાં મદદ કરી છે.
૪. આપણા ખેડૂતો માટે પાક વીમો હજુ પણ અધૂરું સ્વપ્ન જ છે. આ વિભાગમાં પડકારોને પહોંચી વળવા નાબાર્ડની શું યોજના છે? અનેક ખેડૂતો વિવિધ કારણોસર તેમના પાક માટે વીમા કવચ લેતા નથી. અનેક સર્વેમાં જે એક કારણ જાહેર થયું છે તે છે જાગૃતિનો અભાવ. નાબાર્ડ નેશનલ એગ્રિકલ્ચર ઇન્સ્યૉરન્સ કંપની ઑફ ઇન્ડિયા લિમિટેડ (એનએઆઈએસ)ના પ્રમૉટર પૈકીનું એક છે (તેની ચુકવાયેલી મૂડીમાં ૩૦ ટકા હિસ્સો છે). તે નીતિ ઘડવામાં ભારત સરકાર સાથે જાગૃતિ નિર્માણ અને સંકલન દ્વારા પાક વીમા યોજનાઓ હેઠળ ખેડૂતોને કવચ આપવામાં સહાયતા કરી રહી છે.
ઉપરાંત આપણે પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના જેવાં વીમા ઉત્પાદનોના લાભો વિશે ખેડૂતોને શિક્ષિત કરવા માટે વિવિધ પાયાનાં સંગઠનો સાથે જોડાણ કર્યું છે અને તેમને વીમા યોજનાઓ હેઠળ નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ભાડૂતી ખેડૂતો, શૅરક્રૉપર વગેરેને પાક વીમાના લાભો વિસ્તારવાના સંદર્ભમાં નાબાર્ડ વીમા કવચ સહિત લાયક આર્થિક સેવાઓ મેળવવા ખેડૂતોને સક્ષમ બનાવવા માટે જમીન સંવર્ધન દસ્તાવેજો આપવામાં વિવિધ રાજ્ય સરકારો સાથે કામ કરી રહી છે.
૫. તાજેતરના સમયમાં, સરકારનું ધ્યાન વધુ સારું કૃષિ બજાર આંતરમાળખું સર્જવા પર છે. આમાં નાબાર્ડની શી ભૂમિકા છે? અંદાજે ૧૦,૦૦૦ ગ્રામીણ હાટોને ક્રમશ: ગ્રામીણ કૃષિ બજાર (જીઆરએએમએસ- ગ્રામ)માં વિકસાવવા માટે રાજ્ય સરકારોને સહાય કરવા કેન્દ્ર સરકારે નાબાર્ડમાં કૃષિ માર્કેટિંગ આંતરમાળખાકીય ભંડોળ શરૂ કર્યું છે જેથી દૂરના વ્યવહારોમાં સુવિધા માટે તેમને ઇ-નામ સાથે જોડી શકવા સમર્થ બનાવી શકાય. માર્કેટિંગની ભૂમિકા મહત્ત્વની બની રહેવાની છે જે કૃષિ ક્ષેત્રના કામને માત્ર સંવર્ધનના કામથી આગળ લઈ વેપારના ક્ષેત્રમાં લઈ જશે.
આ જ રીતે ફૂડ પ્રૉસેસિંગ ફંડ હેઠળ નાબાર્ડ વિવિધ રાજ્ય સરકારો, રાજ્ય સરકાર નિગમો તેમજ ખાનગી કંપનીઓને ફૂડ અને ઍગ્રો પ્રૉસેસિંગ ઉદ્યોગો માટે આંતરમાલખું સર્જવા માટે સહાય કરી રહી છે.
૬. જ્યારે કૃષિ ઉત્પાદન સંગઠનો (એફપીઓ) સહકારી કાયદા હેઠળ નોંધણી કરાવી શકે છે ત્યારે તેમને કંપની અધિનિયમ હેઠળ નોંધણી કરવા પર ભાર કેમ મૂકવામાં આવે છે? તેનાથી કાગળિયા કામ વધી નહીં જાય? નાબાર્ડ એફપીઓને માત્ર કંપની અધિનિયમ હેઠળ જ નોંધણી કરાવવા પર ભાર મૂકતું નથી. નાબાર્ડ દ્વારા ઉત્તેજન પામતાં એફપીઓ કોઈ પણ કાનૂની સ્વરૂપ હેઠળ તેમની નોંધણી કરાવવા હકદાર છે. જોકે એફપીઓને હમણાં સુધી એસએફએસી (નાના ખેડૂતોના કૃષિ વેપાર સંઘ) દ્વારા અમલમાં મૂકાતી ખાતરી યોજના (ગેરંટી સ્કીમ) અને ઇક્વિટી ગ્રાન્ટ સપૉર્ટનો લાભ માત્ર કંપની અધિનિયમ હેઠળ જ મળતો હતો. આથી એફપીઓ કંપની અધિનિયમ હેઠળ નોંધણી પામે તેવી પ્રાધાન્યતા રખાતી હતી. જોકે હવે એસએફએસી યોજનાની જોગવાઈ બદલી નખાઈ છે અને સહકારી અધિનિયમ હેઠળ નોંધાયેલી અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) એફપીઓનો પણ તેમાં સમાવેશ કરાયો છે.
૭. ખેડૂતો ધિરાણ પ્રાપ્ત કરતી વખતે અનેક ચાર્જ ચુકવે છે. આ મુદ્દાનો હલ તમે કઈ રીતે કાઢવાના છો? વ્યક્તિગત બૅન્ક તેમની ધિરાણ નીતિના ભાગરૂપે ખેડૂતોનાં ધિરાણ ખાતાંઓ પર ચાર્જ નાખવાનો નિર્ણય કરે છે. જોકે નાબાર્ડે તમામ ગ્રામીણ સહકારી બૅન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોને રૂ. ૩ લાખ સુધી કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) પર પરચૂરણ ચાર્જને માફ કરવા સૂચનાઓ આપી છે.