પુણે: પુણે, પિંપરી-ચિંચવાડ અને પુણે રૂરલના કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 13 થી 23 જુલાઇ સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન ફક્ત જરૂરી વસ્તુઓ સાથે જોડાયેલી દુકાનો અને હોસ્પિટલોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ નવલ કિશોર રામે જણાવ્યું હતું કે, પુણે અને પિંપરી-ચિંચવાડ સિવાય પૂણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના 22 ગામોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે.
પુણે, પિંપરી-ચિંચવાડ અને પુણે રૂરલમાં 13થી 23 જુલાઈ સુધી લોકડાઉન - પુણેમાં કોરોનાના કેસ
મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પુણે, પિંપરી-ચિંચવાડ અને પુણે રૂરલના કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરી છે.

પુણેમાં લોકડાઉન
પુણેમાં અત્યાર સુધીમાં 33 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 1 હજારથી વધુ લોકોના મોત થઇ ગયા છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા 2 લાખને પાર થઇ ગઇ છે.