નવી દિલ્હી: સુનાવણી દરમિયાન શરજીલ ઇમામ વતી વકીલ રેબેકા જ્હોને કહ્યું કે, શરજીલ ઇમામની 28 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે ભારતીય દંડ સંહિતાની કલમ 154 A અને કલમ 505 લાગુ કરવામાં આવી હતી. તે પહેલા પોલીસ કસ્ટડીમાં હતો અને બાદમાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ તેને આસામમાં બીજા કેસમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તે હજી પણ જેલમાં છે. જ્યારે તે દિલ્હી પોલીસની કસ્ટડીમાં હતો, ત્યારે પોલીસએ શરજીલ ઇમામના ભાષણની ટ્રાંસ્ક્રિપ્ટ્સ સોંપી હતી. 12 ફેબ્રુઆરીએ, તેના અવાજનો નમૂનો લેવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે, આ ભાષણમાં તેનો જ અવાજ છે.
દિલ્હી હાઇકોર્ટે શરજીલ ઇમામ વિરુદ્ધ તપાસના સમયગાળા અંગેની અરજી ફગાવી - petition of Sharjeel Imam
જામિયા હિંસા કેસમાં જેલમાં રહેલા શરજીલ ઇમામ વિરુદ્ધ તપાસની મુદત 90 દિવસથી વધારીને 180 દિવસ કરવાની સુનાવણી કોર્ટના નિર્ણયને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ન્યાયાધીશ વી.કેમેશ્વર રાવની બેંચએ કહ્યું કે, શરજીલ ઇમામને જામીન પર છોડી શકાય નહી કારણ કે, તેની વિરુદ્ધ તપાસનો સમયગાળો ત્રણ મહિના માટે લંબાવાયો છે. હાઈકોર્ટે 25 જૂને ચુકાદો અનામત રાખ્યો હતો.
રેબેકા જ્હોને કહ્યું કે, જ્યારે તેના 90 દિવસ પૂરા થવાના હતા ત્યારે, પોલીસએ યુએપીએ ચાર્જ લગાવ્યો. તેમણે કહ્યું કે, તપાસમાં વિલંબ થવાનું કારણ કોરોના જણાવવામાં આવ્યું હતું. કોરોનાને કારણે તપાસ રોકી શકાતી નથી. કોરોનાને કારણે વ્યક્તિને સ્વતંત્રતા નકારી શકાય નહીં. બીજું કારણ આપવામાં આવ્યું છે કે, અન્ય આરોપીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. 80માં દિવસ પર તેને જામિયાના અન્ય આરોપીઓની તપાસ કરવાની જરૂર પડી હતી. હત્યાના કેસમાં પણ તપાસ 90 દિવસમાં પૂર્ણ કરવાની હોય છે. તમારી પાસે તપાસનો સમય વધારવાનો અધિકાર છે, એનો અર્થ એ નથી કે, તમે સમય વધારતા જાઓ.
18 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે હિંસા ભડકાવવા બદલ સાકેત કોર્ટમાં શરજીલ ઇમામ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. શરજીલ ઇમામ વિરુદ્ધ સાકેત કોર્ટમાં રાજદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે, 13 ડિસેમ્બર 2019ના રોજ શરજીલ ઇમામે શાહીન બાગમાં દેશને તોડવાની વાત કરી હતી. પોલીસે શરજીલ ઇમામને ભારતીય દંડ સંહિતાની કલમ 124 A અને 153 A હેઠળ આરોપ મૂક્યો છે. 18 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે શરજીલ ઇમામ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી ચાર્જશીટ દાખલ કરી હતી. શરજીલ ઈમામની શાહીન બાગ ખાતે ભડકાઉ ભાષણો આપવા બદલ બિહારથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જામિયા હિંસાની તપાસ દરમિયાન એક આરોપીએ જણાવ્યું હતું કે, તેણે શરજીલ ઇમામના ભાષણથી પ્રભાવિત થઇ હિંસા કરી હતી.