બીજિંગ: કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા 9356 સુધી પહોંચી ગઇ છે અને 1200 નવા કેસ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1200થી પણ વધુ કેસ સામે આવ્યા છે. આ મામલો ચીનના 17 શહેરોમાંથી દાખલ કરવામાં આવ્યો છે.
ચીનમાં કોરોનાનો ક્હેર યથાવત, 213ના મોત, 9356 લોકો પ્રભાવિત
WHOએ ચીનમાં ઝડપથી ફેલનારા કોરોના વાયરસને ગ્લોબલ ઇમરજેંસી જાહેર કરી દીધુ છે. WHO દ્વારા આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે વાયરસથી ચીનમાં 213 લોકોના મોત નિપજ્યા છે.
ચીનમાં કોરોના વાયરસથી 213 લોકોના મોત,9356 લોકો શિકાર બન્યા
કોરોના વાયરસના કેસમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં સૌથી લોકો વુહાનમાં આ વાયરસનો ભોગ બન્યા હતા. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દ્વારા ચેતાવણી આપવામાં આવી છે કે, આ વાયરસ જે રીતે ફેલાઇ રહ્યો છે તેથી વધુ લોકોના મોત થવાની આશંકા છે.