આસામ પૂરના કારણે 204 પશુઓના મોત, 28 લાખ લોકો થયા પ્રભાવિત - કાજીરંગા નેશનલ પાર્ક
ગુવાહટી: રાજ્ય આપત્તિ નિવારણ અને વ્યવસ્થાપના વિભાગના જણાવ્યા અનુસાર (આસામ) ગુવાહટીના ગોલાધાટ જિલ્લાના કાજીરંગા નેશનલ પાર્કમાં 13 જૂલાઈથી મૃત્યુ પામનારા પશુઓની સંખ્યા વધીને 204 સુધી પહોંચી છે. આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓએ જણાવ્યું કે, વિશ્વનાથ તથા કારબી આંગલોંગ જિલ્લાઓમાં પાણીના સ્તરમાં ઘટાડો થયો છે, પરતું લખીમપુર તથા બક્સામાં પૂરનો પ્રકોપ હજૂ પણ યથાવત છે.
ફાઇલ ફોટો
મોરીગામ તથા ગોલાઘાટ જિલ્લાઓમાં બે વ્યક્તિઓના મૃત્યું થયા છે. જેમાં પૂરના કારણે આ સંખ્યામાં વધારો થયો હતો અને આંકડો 18થી વધીને 19 સુધી પહોંચી ગયો હતો. પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં 2523 ગામ તથા 1.27 લાખ હેક્ટરના પાકને નુકસાન થયું છે.