ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબ: ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 104 લોકોના મોત, 3 જિલ્લાનું વહીવટી તંત્ર થયું દોડતું - તરનતારનમાં ઝેરી દારૂ પીવાથી મોત

પંજાબના 3 જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 104 લોકોના મોત થયા છે. જેમાં અહેવાલો અનુસાર, તરનતારનમાં મૃત્યુઆંકની સંખ્યા હવે 75 થઈ છે.

પંજાબમાં ઝેરી દારૂનો કેસ
પંજાબમાં ઝેરી દારૂનો કેસ

By

Published : Aug 2, 2020, 11:04 PM IST

પંજાબ: રાજ્યમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 104 પર પહોંચી છે, જ્યારે ઝેરી દારૂ પીધા પછી તરનતારન જિલ્લામાં વધુ 12 લોકોના મોત નીપજ્યા હતા. જેથી આ જિલ્લામાં કુલ મુત્યુઆંક 75 થયો છે.

મુખ્યપ્રધાન અમરિંદર સિંહે આ કેસમાં 7 અધિકારી અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંક સરકારે મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ કેસમાં અત્યાર સુધી 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સસ્પેન્ડ અધિકારીઓમાં 2 નાયબ પોલીસ અધિક્ષક અને 4 પોલીસ પ્રભારી સામેલ છે. મુખ્યપ્રધાને કહ્યું કે, જો કોઈ સરકારી અધિકારી કે અન્ય લોકો આ કેસમાં સંડોવાયેલા હશે, તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર ઘટના બહાર આવતા પંજાબ સરકાર અને પોલીસ પ્રશાસન દોડતું થયું છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન અમરિંદરસિંહ દ્વારા મેજિસ્ટેરિઅલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ લઠ્ઠાકાંડ અમૃતસર, બટાલા અને તરનતારન જિલ્લાના વિવિધ ગામોમાં થયો છે.

ABOUT THE AUTHOR

...view details