નવી દિલ્હી : દેશમાં કોવિડ-19 વાઈરસના દર્દીઓની તપાસ ઝડપી બની છે. રાજસ્થાન સરકારે કહ્યું કે, ચીનથી બનેલી ટેસ્ટ કીટથી ખોટા પરિણામો આવે છે. ત્યારબાદ આઇસીએમઆરએ રાજ્યોને આ કીટનો ઉપયોગ બે દિવસ નહીં કરવા જણાવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,870 દર્દી સ્વસ્થ થઇ ગયા છે.
- મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5 હજારને પાર થી ગઈ છે અને 232ના મોત
- પ્રશ્વિમ બંગાલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 392 છે. તેમજ 12 ના મોત થયાં છે.
- ઉતરપ્રદેશમાં કુલ સંક્રમિતોની કુલ સંખ્યા 1294 છે. જેમાં 20ના મોત થયાં છે.
- ઉતરાખંડમાં સંક્રમિતોની સંખ્યા 46 છે.
- તેલંગાણામાં કોરોનાના 919 કેસ સામે આવ્યા છે. જ્યારે 23ના મોત થયાં ચે.
- તમિલનાડુમાં કોરાના સંક્રમિતોમાં 17 લોકોના મોત થયાં છે.
- રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,576 છે. જ્યારે 25 લોકોના મોત થયાં છે.
- દિલ્હીમાં કોરોના સંક્રમિતની સંખ્યા 1,603 છે. તેમાં 47 લોકોના મોત થયાં છે.
ઓડિસામાં કોરોના વાયરસના 3 નવા કેસ
ઓડિસામાં કોરોના વાયરસના 3 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 82 પહોંચીએ ગઇ છે.
દિલ્હીમાં કોરોના 75 નવા કેસ
દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2176 થઇ છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 553 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 553 કેસ નવા આવ્યા છે.
બિહારમાં કોરોનાના 5 નવા કેસ