છત્તીસગઢ: બેરોજગારી અને ભૂખમરાથી પરેશાન થઇને હરદેવ સિન્હાએ 29 જૂનના રોજ સીએમ ભૂપેશ બધેલના ઘરની સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મંગળવારના રોજ તેનું મોત થયું હતું. યુવકે પોતાની સમસ્યાના સમાધાન કરવા માટે મુખ્ય પ્રધાનને મળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે અસફળ રહેતા તેણે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની છેલ્લા 24 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
રાયપુર : સીએમના નિવાસસ્થાને આત્મવિલોપન કરનારા હરદેવ સિન્હાનું મોત
29 જૂનના રોજ મુખ્યપ્રધાન ભૂપેશ બધેલના ઘરની સામે આત્મવિલોપન કરનાર હરદેવ સિન્હાનું મંગળવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. હરદેવ છેલ્લા 24 દિવસથી રાજધાનીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો.
આપને જણાવી દઇએ કે, સીએમના ઘરની બહાર હરદેવે પોતાને આગ લગાવી દીધી હતી. મખ્યપ્રધાન સાથે મુલાકાત ન થતાં તેણે આત્મવિલોપનનું પગલું ભર્યું હતું. ત્યારે પરિસરમાં હાજર સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ સ્થળ પર હંગામો મચી ગયો હતો. જેમાં હરદેવ માનસિક રીતે બીમાર હોવાની વાત સામે આવી હતી, પરંતુ પરિવારનું કહેવું છે કે, તેનું માનસિક સંતુલન બરાબર છે. તે બેરોજગારીથી ખૂબ જ પરેશાન હતો.