ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જોધપુરમાં 11 હિન્દુ શરણાર્થીના શંકાસ્પદ મોત, પોલીસ તપાસ શરૂ - પરિવારના 11 લોકોના મૃતદેહ

રાજસ્થાનમાં જોધપુરના લોડતા ગામે મૃત એક જ પરિવારના 11 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. આ મૃતદેહના કેસમાં પોલીસે ગંભીર તપાસ શરૂ કરી છે. પોલીસને સ્થળ પરથી ઝેરી દવાઓના કેટલાંક ઇન્જેક્શન પણ મળી આવ્યાં છે. આ સાથે જ પોલીસ પરિવારના એકમાત્ર બાકી રહેલા કેવલરામના પુત્ર બુધારામની પણ પૂછપરછ કરી રહી છે.

jodhpur
પાકિસ્તાનના વિસ્થાપિત પરિવારના 11 લોકોનાં મોતના મામલે પોલીસે તપાસ શરૂ કરી

By

Published : Aug 10, 2020, 8:14 AM IST

રાજસ્થાન: રાજસ્થાનમાં જોધપુરના લોડતા ગામે મૃત એક જ પરિવારના 11 પાકિસ્તાની શરણાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. આ મૃતદેહના કેસમાં પોલીસે ગંભીર તપાસ શરૂ કરી છે.

જોધપુરના દેચુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોડતા ગામે રવિવારે પાકિસ્તાનના વિસ્થાપિત પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતાં. સમગ્ર ઘટના બાદ પોલીસને સ્થળ પરથી ઝેરી દવાઓના ઇન્જેક્શન મળી આવ્યા છે. આ સાથે પોલીસે મકાનને સીલ કરીને મૃતદેહોને જોધપુર મોકલ્યા હતાં. જ્યાં તેમના કોવિડના સેમપલ લેવામાં આવ્યા હતાં. જેમાં આજે આ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ આ લોકોના મોતનો ખુલાસો થશે. આ પરિવારમાંથી બચી ગયેલા 1 સભ્ય કેવલરામે કેટલાક સંબંધીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો આરોપ મૂક્યો હોવાનો છે. જેની દેચુ પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details