નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના જીવનના અંતિમ 144 દિવસો જે બિરલા હાઉસમાં રહ્યાં હતા. તે બિરલા હાઉસ હવે ગાંધી સ્મૃતિ બની ગયું છે. તે સમયના બિરલા ગ્રુપના સંસ્થાપક જી.ડી બિરલાનું ઘર હતું. બિરલાએ બાપુને આ ઘર રહેવા માટે આપી દીધું હતું. 30 જાન્યુઆરી 1948ને નાથુરામ ગોડસેએ ગોળી મારીને બાપુની હત્યા કરી હતી.
બિરલા હાઉસ અલ્બૂકર્ક રોડ પર આવેલું હતું. પરંતુ 30 જાન્યુઆરીની ઘટના બાદ આ રોડનું નામ બદલીને 30 જાન્યુઆરી રોજ રાખવામાં આવ્યું હતું. ગાંધી સ્મૃતિમાં તે ખાટલો અત્યારે પણ સુરક્ષિત છે, જેનો બાપુ ઉપયોગ કરતા હતા. તે જગ્યા અત્યારે પણ એવી જ છે. જ્યારે બાપુનો પાર્થિવ શરીર રાખવામાં આવ્યો હતો.
જે જગ્યાએ ગાંધી લોકો સાથે મુલાકાત કરતા હતા. તે બાપુનો શયનકક્ષ હતો. અત્યારે પણ ત્યાં બાપુનો યાદો જીવંત છે. બાપુની લાકડી, તેમના ચશ્મા વગેરેને સાચવીને રાખવામાં આવ્યા છે.