ઔરૈયાઃ 1985માં ભારતીય સેનામાં ભર્તી થનાર SI રામસિંહ પાલનો પાર્થિવ દેહ સેનાના વિશેષ વિમાનથી આજે તેમના પૈતૃક ગામ અજમતપુર સેહુદ લાવવામાં આવ્યો હતો.
જમ્મુની સરહદ પર પોસ્ટિંગ થયેલા SIને અચાનક હ્રદયની સમસ્યાને કારણે તેમને પહેલા આર્મીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આરામ ન મળતા તેઓને જમ્મુની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગુરુવારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ત્યારબાદ સૈન્ય અધિકારીઓના નિર્દેશન બાદ તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. આજે સવારે તેનો મૃતદેહ તેના વતન ગામ લાવવામાં આવ્યો હતો.