ઝારખંડ: ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં કોરોના થી પ્રથમ મોત નોંધાયું છે ત્યારે સમગ્ર જિલ્લામાં હાલ ભયનો માહોલ છે. જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ 12 કલાક સુધી રઝળતી હાલતમાં જોવા મળતા તંત્રની ઘોર બેદરકારીનું ઉદાહરણ સામે આવ્યું છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહને કોથળીમાં પેક પણ કરવામાં આવ્યો નથી. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જવાબદારી લઇ મૃતદેહને પેક કરી સોંપવામાં આવે જ્યારે સ્વાસ્થ્ય વિભાગના લોકો ભયના માર્યા છે મૃતદેહને હાથ લગાડવા પણ તૈયાર નથી.