ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનઃ હત્યા કર્યા બાદ શરીરના અંગો કાપીને ગટરમાં ફેંક્યા

જોધપુરના બનાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે ગટરની લાઇનમાં માનવ શરીરના અવશેષો મળ્યા બાદ ખળભળાટ ફેલાઈ ગયો હતો.

રાજસ્થાનઃ હત્યા કર્યા બાદ શરીરના અંગો કાપીને ગટરમાં ફેંક્યા, પોલીસ ઘટના સ્થળે
રાજસ્થાનઃ હત્યા કર્યા બાદ શરીરના અંગો કાપીને ગટરમાં ફેંક્યા, પોલીસ ઘટના સ્થળે

By

Published : Aug 11, 2020, 10:44 PM IST

રાજસ્થાનઃ જોધપુરના બનાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે ગટરની લાઇનમાં માનવ શરીરના અવશેષો મળ્યા બાદ ખળભળાટ ફેલાઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે એક થેલીમાંથી માનવ શરીરના અનેક ટુકડાઓ ગટરમાંથી કબજે કર્યા હતા. પોલીસે કપાયેલું માથું, હાથ, પગ સહિતના શરીરના અંગોને કબજે કર્યા છે અને એમજીએચ મોર્ચરીમાં મૂક્યા છે. હત્યા કર્યા પછી, કોઈએ શરીરના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તેને ગટરમાં ફેંકવામાં આવ્યા હતા. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિની હત્યા કર્યા બાદ આરોપીએ તેના શરીરના ટુકડા કર્યા હતા અને ત્યારબાદ તેને ગટરમાં ફેંક્યા હતા. ગટરમાં પાણી સાથી વહીને માનવ શરીરના આ ટુકડાઓ અહીં નાંદડી પહોંચ્યા હતા. ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહેલા ગટરની લાઇનમાં ફસાઈ ગયા. હવે પોલીસ ચહેરાના આધારે વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, શહેરમાંથી પસાર થતી ગંદી ગટરો નાંદડી વિસ્તારમાં આવેલા મહાનગર પાલિકાના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવે છે. આવી સ્થિતિમાં પોલીસે એ પણ નક્કી કરવાનું છે કે તે આ અંગો આવ્યા ક્યાંથી. હાલ બનાડ પોલીસ મથકે આ કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ પ્રમાણે આરોપી પર હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીની તપાસમાં મૃતકની ઓળખ બેંકના કર્મચારી તરીકે થઈ છે. પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details