ગુજરાત

gujarat

ETV Bharat / bharat

DDCAની બેઠકમાં મારપીટ, ગંભીરે કહ્યું- DDCAની માન્યતા રદ કરો

નવી દિલ્હી: દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંધ (DDCA)ની વાર્ષિક સામાન્ય બેઠકમાં (AGM) અધિકારીઓ વચ્ચે મારપીટ થઈ છે. પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતર ગંભીરે મારમીટનો વીડિયો ટ્વીટ કરીને આ ઘટનાની ટીકા કરી છે.

DDCA
DDCAની બેઠકમાં મારપીટ, ગંભીર બોલ્યા, DDCAની માન્યતા રદ કરો

By

Published : Dec 30, 2019, 11:48 AM IST

Updated : Dec 30, 2019, 12:07 PM IST

દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંધ (DDCA)ની વાર્ષિક સામાન્ય બેઠકમાં (AGM) અધિકારીઓ વચ્ચે મારપીટ થઈ છે. બેઠકમાં 2 જુથ વચ્ચે મારામારી થઈ છે. રવિવારના રોજ અરૂણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત બેઠકમાં આ ઘટના બની હતી. આ સમગ્ર મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગૌતમ ગંભીર થયા ગુસ્સે

આ મામલે સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ મારપીટનો વીડિયો ટ્વિટ કરી આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે.
આજીવન પ્રતિબંધની માગ કરી

ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને માગ કરી છે કે, ડીડીસીએને તાત્કાલિક નિષ્ક્રિય કરી દેવી જોઈએ. સાથે જ તેમાં સામેલ દોષીઓ પર આજીવન પ્રતિબંધ લગાવી દેવા જોઈએ.

રજત શર્મા આપી ચૂક્યા છે રાજીનામું

ઉલ્લેખનીય છે કે, DDCAમાં ઘણા મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના કારણે DDCA ચેરમેન પદ પરથી રજન શર્માએ રાજીનામું આપી દીધું છે.

Last Updated : Dec 30, 2019, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details