ગુજરાત

gujarat

ડીડીસી ચૂંટણી: જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ લોકશાહીની કવાયત, એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડીડીસીની ચૂંટણી લડનારી પાકિસ્તાની મહિલા

By

Published : Dec 22, 2020, 5:15 PM IST

કેન્દ્રએ વિશેષ રાજ્યના દરજ્જાને રદ્દ કરીને જમ્મુ અને કશ્મીરને બે કેન્દ્રસાશીત પ્રદેશોમાં વ્હેચી દીધા બાદ Covid-19 ની મહામારી વચ્ચે 28 નવેમ્બરથી જમ્મુ અને કશ્મીરમાં પ્રથમ લોકશાહીની કવાયત એટલે કે ડીડીસીની ચૂંટણીની શરૂઆત થઈ. આ ખાસ અહેવાલમાં ETV Bharat આ કેન્દ્રસાશીત પ્રદેશોમાં શરૂ કરવામાં આવેલી આ લોકશાહીની કવાયતનું મહત્વ અને તેની પ્રક્રીયા વીશે માહિતી આપશે.

ડીડીસી ચૂંટણી
ડીડીસી ચૂંટણી

શ્રીનગર: જમ્મુ અને કશ્મીરમાં સૌથી પહેલી ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલ (ડીડીસી)ની ચૂંટણી કુલ 280 સીટ એટલે કે બંન્ને કેન્દ્રસાશીત પ્રદેશોમાં 140-140 સીટ પર આઠ તબક્કામાં યોજાશે. ગત વર્ષે કેન્દ્રએ કલમ 370ને રદ્દ કરીને બે અલગ અલગ સ્વતંત્ર કેન્દસાશીત પ્રદેશ ઘોષીત કર્યા બાદ ડીડીસીની ચૂંટણી એ લોકશાહીની પ્રથમ કવાયત હશે.

અહીં 28 નવેમ્બરે મતદાન શરૂ થયુ અને લગભગ 51 ટકા મતદાન સાથે શનીવારે તેનું સમાપન થયું. આ પહેલી વાર હતુ કે જ્યારે આ ચૂંટણી પશ્ચીમ પાકીસ્તાન શરણાર્થીઓ જેવા બીનરાજકીય વિષયો માટે ખુલ્લી હતી.

કેન્દ્રસાશીત પ્રદેશમાં સાશનના નવા સ્તર તરીકે ડીડીસી હલ્કા પંચાયત અને બ્લોક વિકાસ પરીષદની દેખરેખ રાખશે. ડીડીસી જીલ્લાના આયોજન અને ખર્ચને તૈયાર કરીને તેની પરવાનગી આપે તેવી પણ શક્યતા છે તેમજ તે સંપૂર્ણ કેન્દ્રસાશીત પ્રદેશમાં ડીસ્ટ્રીક્ટ પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડની જગ્યા લેશે.

પ્રત્યેક ડીડીસીના 14 સીધા ચૂંટાયેલા સભ્યો હશે જેની પાંચ સ્ટેન્ડીંગ કમીટી બનશે જે નાણા, વિકાસ, જાહેર કાર્યો, આરોગ્ય અને શીક્ષા તેમજ લોકોના કલ્યાણના કામો કરશે.

પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ કોન્ફરન્સ સહીતની મુખ્ય પાર્ટી બીજેપી અને તેની સહયોગી પાર્ટી સામે ચૂંટણી લડી રહી છે. પાંચ ઓગસ્ટ પહેલા જમ્મુ અને કશ્મીરમાં ચેસ્ટોરેશનની માંગ કરતા આ પક્ષોએ ગુપ્કર ઘોષણા માટે પીપલ્સ એલાયન્સની રચના કરી.

ભગવા પાર્ટી મતદારોને રીઝવવા માટે પોતાના જાણીતા ચહેરાઓ સાથે ડીડીસીની ચૂંટણી માટે સંપૂર્ણ કેન્દ્રસાશીત પ્રદેશમાં મતદાન કરી ચુકી છે.

જમ્મુ કશ્મીરમાં કલમ 370ને દુર કર્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી બીજેપી માટે પણ આ લીટમસ ટેસ્ટ બરાબર છે કે જે આ કલમ હટાવી ત્યારથી તેના મહત્વને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ડીડીસીની ચૂંટણી લડનારી પાકિસ્તાની મહિલા

કાશ્મીરી પુરૂષ સાથે લગ્ન કરનારી મહિલા સોમિયા સદાફ ઉત્તર કશ્મીરના ડ્રેગમુલ્લા કુપવાળા જીલ્લામાંથી ડીડીસીની ચૂંટણી લડી રહી છે. સદાફ ભૂતકાળમાં સામાજીક-આર્થિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચુકી છે અને વડાપ્રધાન મોદી સાથે પણ તેણે વાતચીત કરી હતી.

ઉત્તર કશ્મીરના ડ્રેગમુલ્લા કુપવાડા જીલ્લામાંથી એક પાકીસ્તાની મહિલા જીલ્લા વિકાસ પરીષદની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. કશ્મીરી પુરૂષ સાથે લગ્ન કરનાર સોમીયા સદાફ કુપવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે જે મહિલાઓ માટે અનામત છે. સદાફ તેના કશ્મીરી પતિ અબ્દુલ મજીદ ભટ સાથે દસ વર્ષ પહેલા કશ્મીર આવી હતી અને તેઓને ત્રણ બાળકો છે.

વર્ષ 2015માં સદાફ ગરીબી નાબૂદ કરવાની સરકારની યોજના ‘ઉમ્મીદ’નો ભાગ હતી જે તેણે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વર્ષ 2018મા સદાફે ‘પ્રગતિશીલ મહિલા ઉદ્યોગ સાહસીકતા’ માટે જમ્મુ કશ્મીરનું પ્રતિનીધીત્વ કર્યુ હતુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓનલાઇન વાતચીત પણ કરી હતી. સદાફનો પતિ અબ્દુલ મજીદ ભટ કુપવાડાના બાટર ગામનો વતની છે. 1990ના દાયકા દરમીયાન ભટ આતંકવાદી હરોળમાં જોડાવવા માટે હથીયારોની તાલીમ લેવા માટે પાકીસ્તાન ગયા હતા. પરંતુ તે તાલીમ લેવાને બદલે ભટે શીક્ષણ લેવાનું નક્કી કર્યુ અને લાહોર કોલેજમાં પોતાનુ નામ નોંધાવ્યુ. તેમના શીક્ષણના સમયગાળા દરમીયાન ભટ અને સદાફ મળ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2002માં તેમણે લગ્ન કર્યા અને 2010માં તેઓ કશ્મીર આવ્યા.

સોમિયા સદાફે મૌલાના આઝાદ યુનિવર્સીટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ અને તેણીનું કહેવું છે કે તેની આસપાસના લોકોના તેના માટેના પ્રેમે તેને ડીડીસીની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે પ્રેરીત કરી. 2010માં ઓમર અબ્દુલ્લાની સરકાર દરમીયાન હથીયારોની તાલીમ લેવા ગયેલા લોકો માટે પોતાના પરીવાર સાથે પાકિસ્તાનથી પરત ફરવા માટેની યોજના રજૂ કરવામાં આવી હતી. જોકે કેટલાક પરીવારોનો દાવો છે કે સરકાર દ્વારા તેમને જે વચન આપવામાં આવ્યા છે તે પૂર્ણ કરવામાં આવ્યા નથી અને માટે જેમણે કશ્મીરી પુરૂષ સાથે લગ્ન કર્યા છે તેવી પાકિસ્તાની મહિલાઓ પોતાની માંગોને લઈને શ્રીનગરમાં અનેક વખત બળવો કરી ચુકી છે.

ABOUT THE AUTHOR

...view details