નવી દિલ્હી: દિલ્હી મહિલા કમિશનરે દિલ્હીના મોડલ ટાઉનથી 13 વર્ષની બાળકીને રેસ્ક્યુ કરી હતી. તે એક ઘરમાં કામ કરી રહી હતી, ત્યાં બાળકીને મારવામાં આવતી હતી અને કામના પૈસા પણ આપવામાં આવતા ન હતા.
દિલ્હી મહિલા આયોગ દ્વારા 13 વર્ષની બાળકીને રેસ્ક્યુ કરાઇ
દિલ્હી મહિલા આયોગે દિલ્હીના મોડલ ટાઉનથી 13 વર્ષની બાળકીને રેસ્ક્યુ કરી હતી. પ્લેસમેન્ટ એજન્સી દ્વારા બાળકીને એક ઘરમાં કામ કરવા માટે મોકલવામાં આવી હતી. તે બળકીને દિલ્હી આયોગ દ્વારા રેસ્ક્યુ કરાઇ હતી.
કમિશનર દ્વારા જાણકારી મળી હતી કે, તે બાળકી ઝારખંડની રહેવાસી છે અને તેના કાકા તેને દિલ્હીમાં કામના બહાને લઈને આવ્યા હતા. તે બાળકીને આટલી નાની ઉંમરે પ્લેસમેન્ટ એજન્સીમા ધકેલી દેવામાં આવી હતી, ત્યાં પ્લેસમેન્ટ એજન્સી દ્વારા બાળકીને એક ઘરમાં કામ કરવા માટે મોકલવામાં આવી હતી, ત્યાં તેની પાસે બધું જ કામ કરાવવામાં આવતું હતું અને બદલામાં તેને પૈસા પણ આપવામાં આવતા ન હતા. તેને માર મારવામાં આવતો હતો.
દિલ્હી આયોગ છેલ્લા કેટલાક વર્ષોથી સતત બીજા રાજ્યોમાંથી લઈ આવાતા બાળકોને આવી રીતે રેસ્ક્યુ કરી રહ્યા છે. જેમાં બાળકોને નાની ઉંમરમાં કામ કરવા માટે મોકલી દેવામાં આવતા હોય છે.