ઉત્તર પ્રદેશ: ઝાંસી-મિર્ઝાપુર હાઈવે પર સોમવારે રાત્રે પરપ્રાંતિયોને તેમના વતન લઈ જતી DSM ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પરપ્રાંતિય મજૂરના મોત નિપજ્યા હતા. જ્યારે 12થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા.
ઉત્તરપ્રદેશમાં સર્જાયો અકસ્માત, 3 પરપ્રાંતીય મજૂરનાં મોત - પરપ્રાંતિય મજૂર
ઉત્તર પ્રદેશમાં પરપ્રાંતિય મજૂરોના લઈ જતી DSM ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પરપ્રાંતિય મજૂરના મોત નિપજ્યા હતા. જ્યારે 12થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત
આ વાહનમાં આશરે 17 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. અકસ્માત દરમિયાન ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,પરપ્રાંતિય મજૂરોના વાહનોને સતત અકસ્માતો નડી રહ્યા છે. સોમવાર સરાહન પુરમાં પણ પરપ્રાંતિયના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.