નવી દિલ્હી: ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ટ્રાયલ પર વિવાદ થવા પર ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટને બુધવારે કારણદર્શક નોટિસ આપી છે. નોટિસમાં પુછવામાં આવ્યું હતું કે દર્દીની સુરક્ષાને લઈને ઉઠી રહેલી શંકાને ખતમ થવા સુધી કોરોના વેક્સીનનું ટ્રાયલ કેમ રોકવામાં નથી આવ્યું? નોટિસ મળ્યાના થોડા જ કલાકોમાં ઈસ્ટીટ્યૂટે નિવેદન જાહેર કર્યુ હતું કે અમને ટ્રાયલ રોકવા માટે કોઈ નિર્દેશ મળ્યા નહોંતા.
કોવિડ રસી: સીરમને મળ્યું નોટિસ, બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ પર લાગી શકે છે પ્રતિબંધ - Serum Institute of India
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ બુધવારે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, કંપનીને તેના ગંભીર વિપરીત પરિણામોની જાણ કેમ નથી કરવામાં આવી જેના કારણે તેની યુકેની ભાગીદાર એસ્ટ્રાજેનેકા ઓક્સફર્ડ કોવિડ રસીના ઉમેદવારના વૈશ્વિક ક્લિનિકલ ટ્રાયલ્સ પર અસ્થાયી રૂપે રોક લગાવામાં આવી છે. જ્યારે દેશની અંદર 17 સ્થળોએ પરીક્ષણ ચાલી રહ્યું છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટે કહ્યું કે ‘અમે DCGIના નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ. અમને ટ્રાયલ રોકવાનું કહેવામાં નહોતું આવ્યું. જો DCGIને સુરક્ષાને લઈને કોઈ ચિંતા છે તો અમે તેમના નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન કરીશું. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા બુધવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ પર વેક્સીન ટ્રાયલને લઈને તાજા અપડેટ નહીં આપવાનો આરોપ લગાવ્યો છે.
DCGI ના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, ભારતમાં કરેલા પરિક્ષણમાં અમને કોઇ પણ પ્રકારની મુશકેલીનો સામનો નથી કરવો પડયો.