ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિડ-19 દર્દીઓ માટે 'ઈટોલીઝુમાબ' ઈજેક્શનના ઉપયોગને મંજૂરી, જાણો શું છે ખાસ? - ઈટોલીઝુમાબ ઈજેક્શન

ભારતના ઔષધી નિયંત્રકે ત્વચા રોગના ઉપચાર માટે કામ આવતી 'ઈટોલીઝુમાબ' ઈજેક્શનને કોવિડ-19ના દર્દીઓની સારવારમાં સીમિત ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

itolizumab
itolizumab

By

Published : Jul 11, 2020, 1:20 PM IST

નવી દિલ્હીઃ ભારતના ઔષધી નિયંત્રકે ત્વચા રોગના ઉપચાર માટે કામ આવતી 'ઈટોલીઝુમાબ' ઈજેક્શનને કોવિડ-19ના દર્દીઓની સારવારમાં સીમિત ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઈજેક્શન માત્ર એ લોકો માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. જેને શ્વાસ લેવામાં મધ્યમ અથવા ગંભીર રીતે મુશ્કેલી થઈ રહી હોય.

અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, કોવિડ-19ના સારવારની આવશ્યકતાઓને ધ્યાને રાખી ભારતના ઔષધી મહાનિયંત્રક ડૉ વી.જી. સોમાનીએ કોરોના વાઈરસને કારણે શરીરના અંગોને ઓક્સિજન ન મળવાની ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે મોનોક્લોનલ એન્ટીબોડી ઈજેક્શન 'ઈટોલીઝુમાબ'નો સીમિત પ્રમાણમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

એઇમ્સ સહિત અન્ય હોસ્પટિલમાં શ્વસન રોગ વિશેષજ્ઞો, ઔષધી વિજ્ઞાનીઓ અને દવા વિશેષજ્ઞોની સમિતિ દ્વારા ભારતમાં કોવિડ-19ના દર્દીઓ પર પરીક્ષણ કર્યા બાદ આ ઈજેક્શનને મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ દવાનો ઉપયોગ કરતાં પહેલા દર્દીની લિખિતમાં સહમતિ લેવી આવશ્યક છે.

ABOUT THE AUTHOR

...view details