નવી દિલ્હી: દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમે દાઉદ અને તેના પરિવારમાં કોરોનાનું સંક્રમણના ફેલાયું હોવાના અહેવાલને નકારી કાઢતા કહ્યું હતું કે, કોરોના વાઈરસ માટે કોઈએ પણ પરીક્ષણ કર્યું નથી. અમારા પરિવારમાંથી કોઈ પણ હોસ્પિટલમાં દાખલ નથી.
ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્ની કોવિડ-19 પરિક્ષણમાં પોઝિટિવ આવ્યા છે. હાલમાં તેને કરાચીની સેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે આ વાતનો ઇન્કાર કર્યો છે.