નવી દિલ્હી: દેશના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ રાફેલ ફાઇટર જેટ સોદા અંગેનો અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિક્રેતા(વેન્ડર) ઓફસેટમાં નિર્ધારિત શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. કેગે કહ્યું કે સંરક્ષણ મંત્રાલયે તેની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે.
36 રાફેલ વિમાનના ઓફસેટ કરારની શરૂઆતમાં, પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે વિક્રેતા ડીઆરડીઓને ઉચ્ચ તકનીક આપીને 30 ટકા ઓફસેટ પૂર્ણ કરશે, પરંતુ હજી સુધી વિક્રેતાએ ટેકનોલોજીના ટ્રાન્સફરની ખાતરી આપી નથી.
દેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એન્જિન બનાવવા માટે ડીઆરડીઓને આ ટેકનીકની જરૂર હતી.