ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢ પેટાચૂંટણી: દંતેવાડામાં મતદાન શરુ, 11 વાગ્યા સુધીમાં 26.16 ટકા મતદાન - નક્સલીઓની ભારે બોલબાલા

દંતેવાડા: વિધાનસભાની પેટાચૂંટણીને લઈ આજે છત્તીસગઢના દંતેવાડામાં પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7 વાગ્યા ચાલું આ મતદાનમાં મોટી સંખ્યામાં મતદારો બહાર આવી રહ્યા છે. પ્રદેશના આ વિસ્તારમાં નક્સલીઓની ભારે બોલબાલા છે. આ સીટ પર 9 ઉમેદવારો મેદાનમાં છે. જેમનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ જશે.

chhattisgarh by election

By

Published : Sep 23, 2019, 12:20 PM IST

11 વાગ્યા સુધીમાં 26.16 ટકા મતદાન નોંધાયું છે.

દંતેવાડામાં 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન નોંધાયું છે.

કોંગ્રેસના ઉમેદવાર દેવતી કર્માએ પણ મતદાન કર્યું છે.

મતદાન દરમિયાન અહીં એક વ્યક્તિનું લાઈનમાં મોત થઈ ગયું છે.

અહીં આ વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 188624 છે, જેમાં પુરુષ મતદારો 89748 છે અને મહિલા મતદારોની સંખ્યા 98876 છે.

દંતેવાડામાં મતદાન શરુ

દંતેવાડામાં 1 લાખ 87 હજાર મતદારો વોટીંગ કરશે. જેઓ 9 ઉમેદવાર કે જે મેદાનમાં છે, તેમનું ભવિષ્ય આજે ઈવીએમમાં કેદ કરશે. આ સીટ નક્સલી પ્રભાવિત હોવાની ખાસ્સું મહત્ત્વ ધરાવે છે.

દંતેવાડામાં મતદાન શરુ

આ મતદાન માટે અહીં 28 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત નક્સલીઓની ધ્યાને રાખી અહીં સુરક્ષા માટે 60 કંપનીઓને ફરજ પર તૈનાત કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખી અહીં ડ્રોનથી આકાશી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે.

ABOUT THE AUTHOR

...view details