ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડાંસર સપના ચૌધરીને ખુલાસો કરવો પડ્યો, કોંગ્રેસમાં જોડાઈ નથી - mathura

નવી દિલ્હીઃ હરિયાણાની પ્રખ્યાત ડાંસર અને અભિનેત્રી સપના ચૌધરી પોતાની રાજકીય ઈનીંગ્સ શરૂ કરવા જઈ રહી છે, તેવા સમાચાર વહેતા થતાં આખરે તેણે મીડિયા સામે આવી ખુલાસો કરવો પડ્યો છે. તેણે આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાને લઈ ખુલાસો આપ્યો છે કે, તે હાલ કોંગ્રેસમાં જોડાઈ નથી. આ અંગે જે તસ્વીરો ચાલી રહી છે તે ઘણી જૂની છે.

વાયરલ ફોટો

By

Published : Mar 24, 2019, 8:59 AM IST

Updated : Mar 24, 2019, 4:14 PM IST

આપને જણાવી દઈએ કે, આજકાલ હરિયાણાની ખ્યાતનામ ડાંસર સપના ચૌધરી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે તેવી જૂઠ્ઠી ખબરો વહેતી થઈ હતી. જેને લઈ અકળાયેલી સપનાએ આખરે સામે આવી ખુલાસો કરવો પડ્યો છે અને તેણે કહ્યું કે, હું રાજકારણમાં જોડાવાની નથી જે તસ્વીરો વાયરલ થઈ રહી છે તે ઘણી જૂની તસ્વીરો છે.

Last Updated : Mar 24, 2019, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details