ઉત્તર પ્રદેશ: તાજેતરમાં વીજળી પડવાથી બિહારમાં અનેક લોકોના મોત થયાં છે. આ અવકાશી દુર્ઘટના પ્રત્યે લોકોને ચેતવણી આપવા અને વાવાઝોડા જેવી ઘટનાઓની આગાહી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર પૂણેએ દેશના જુદા-જુદા ભાગોમાં 48 સેન્સર સાથે લાઈટિંગ લોકેશન નેટવર્ક બનાવ્યું છે. આ નેટવર્ક વીજળી અને વાવાઝોડા વિશે સચોટ જાણકારી આપે છે.
હવે વીજળી પડવાની જાણકારી પણ મોબાઈલ પર, આવી ગઈ દામિની એપ્લિકેશન - Electricity
એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી હવે આકાશી વીજળીથી લોકોની સુરક્ષા કરી શકાશે. કુદરતી આફતોને ટાળવા માટે આચાર્ય નરેન્દ્ર દેવ કૃષિ અને પ્રૌધોગિક વિશ્વવિધાલયના વૈજ્ઞાનિકોએ આ નવી તકનીકનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. આ એપ 40 કિલોમીટરની ત્રિજયાની આસપાસ વીજળી પડવાની સંભાવનાની સચોટ માહિતી આપશે.
આ કાર્યક્રર્મને વધુ વિશ્વસનીય બનાવવા માટે હજી પણ વધુ સેન્સર લગાવવાનું કામ ચાલુ છે. આઇઆઇટીએમે એક વૈજ્ઞાનિક દામિની એપ વિકસાવી છે. આ દામિની એપ વીજળી પડવાની સચોટ જાણકારી સાથે 40 કિ.મી.ના પરીઘમાં સચોટ અનુમાન આપી શકે છે.
એન.ડી. યુનિવર્સિટીના કુલપતિ ડો. બીજેન્દ્રસિંહે યુનિવર્સિટીના હવામાનશાસ્ત્રને દામિની એપ વિશેની જાણકારી આપી લોકો સુધી પહોંચાડવા સૂચના આપી છે. આ એપ દ્વારા લોકો વીજળી પડતા અને વીજળીની ઘટનાથી પોતાને સુરક્ષિત કરવામાં સક્ષમ બનશે. આ એપ બહુ ઉપયોગી છે, તે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.