પુરીઃ ઓમ્ફાનને ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. એવામાં રેતીમાંથી કલાકૃતિઓ બનવવા માટે ફેમસ સુદર્શન પટનાયકે પોતાની કલાકૃતિના માધ્યમથી લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી છે.
સુદર્શન પટનાયકે લોકોને ડર ન ફેલાવાની અપીલ કરી છે. તેમણે પોતાની કલાકૃતિ પુરીના સમુદ્ર કિનારે બનાવી છે. સેન્ડ આર્ટનો ફોટો ટ્વીટ કરતા તેમણે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.
મહત્વનું છે કે, પટનાયકે આ પહેલા પણ કોરોના મહામારી સામે લડી રહેલા ફ્રન્ટ લાઇન વૉરિયર્સ સાથે જોડાયેલી કલાકૃતિ બનાવી હતી. જેમાં તેમણે કોરોના સામે લડત આપી રહેલા સરકારી કર્મચારીઓને સલામ કર્યું હતું.
વધુમાં જણાવીએ તો પટનાયક અલગ-અલગ અવસર પર સેન્ડ આર્ટ બનાવતા રહે છે. ભારત સરકારે કળાના ક્ષેત્રમાં યોગદાન માટે તેમને પદ્મ શ્રીથી સમ્માનિત પણ કર્યા છે.
આ પહેલા તેમણે પુરીના સમુદ્રી તટ પર કોરોના વાઇરસ સામેની લડાઇ માટે ભારત સરકારને સલ્યુટ કરતા કલાકૃતિ બનાવી હતી, જેનો વીડિયો ટ્વીટ કરતા તેમણે કહ્યું હતું કે, સરકારને સલામ! તે અધિકારી જે કોરોના વાઇરસ સામે દિવસ-રાત કામ કરી રહ્યા છે. મારા સેન્ડ આર્ટ સંદેશાની સાથે સરકારને સલામ...