ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં 'ક્યાર'નો કહેર યથાવત, દક્ષિણ કન્નડ જિલ્લો જળમગ્ન - ક્યાર વાવાઝોડું લેટેસ્ટ અપડેટ

બેંગ્લોરઃ કર્ણાટકના તટથી પસાર થઇ રહેલા ક્યાર ચક્રવાતનો રાજ્યમાં ખૂબ જ પ્રભાવ પડી રહ્યો છે. ચક્રવાતને કારણે પ્રદેશના ઉડુપી જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારતીય હવામાન વિભાગે (IMD) પહેલા જ શહેરને રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

કર્ણાટકમાં 'ક્યાર'નો કહેર યથાવત

By

Published : Oct 26, 2019, 3:16 PM IST

કર્ણાટકમાં ક્યાર ચક્રવાતનો કહેર યથાવત છે. ભારતના પશ્ચિમી તટ મંગલુરૂની આસપાસ મોસમની સ્થિતિ જોતા લગભગ 100 માછલી પકડનારા નૌકાઓ અને હજારો લોકોને બચાવીને બંદરગાહથી સુરક્ષિત સ્થાન પર આશ્રય આપવામાં આવ્યો હતો.

વધુમાં જણાવીએ તો આ પહેલા દક્ષિણ કન્નડ જિલ્લામાં ગુરૂવારે રાત સુધી ભારે વરસાદ અને શુક્રવારે ધીમી ધારે વરસાદ થયો હતો. જેથી સમગ્ર શહેર તળાવમાં રુપાંતરિત થયું છે.

ચક્રવાત ક્યાર

મહત્વનું છે કે, આ ક્ષેત્રોમાં ચક્રવાતથી અમુક વૃક્ષો પણ પડી ગયા છે. તેની સાથે જ કેટલાય ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.

આઇએમડીના સુત્રો અનુસાર ચક્રવાત મહારાષ્ટ્રના રત્નાગીરીથી 190 કિલોમીટર દૂર છે.

આઇએમડી અને કર્ણાટક રાજ્ય પ્રાકૃતિક આપદા નિગરાની કેન્દ્રે(KSNDMC) ચેતાવણી આપી છે કે, આવતા 24 કલાક દરમિયાન કર્ણાટકના સમુદ્રી તટોની સ્થિતિ પણ બગડી શકે તેમ છે.

ચક્રવાત ક્યાર

દક્ષિણ, ઉડુપી અને ઉત્તર કન્નડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ક્ષેત્રમાં આવતા 24 કલાકોમાં ભારે વરસાદ (200 મીમીથી વધુ) થવાની સંભાવના છે.

દક્ષિણ-કન્નડ જિલ્લામાં શુક્રવારે 32.4 મીમી વરસાદ પડ્યો હતો. જેમાં મંગલુરૂ, બંતવાલ અને બેલ્થાંગડીમાં ગત્ત વર્ષની તુલના વધુ વરસાદ થયો હતો.

ચક્રવાત ક્યાર

સુત્રોનુસાર નેથરાવતી નદીનું સ્તર પણ વધી રહ્યું છે અને ભયનું સ્તર પણ 29.5 મીટરથી 4.5 મીટર નીચે છે.

આઇએમડીએ આવતા 24 થી 36 કલાકો માટે 3 મીટરથી 3.3 મીટરની વચ્ચે મંગલુરૂ, માલપે અને કારવાર તટ પર ભારે વરસાદ થવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. માછીમારોને પણ આવનારા 2 દિવસ સુધી સમુદ્રમાં ન જવા માટે સૂચન કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details