પશ્ચિમ બંગાળમાં 'બુલબુલ' વાવાઝોડાને કારણે થયેલા વરસાદમાં દરિયાકાંઠાના વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઉપરાંત વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે.
શનિવારથી શરૂ વરસાદના કારણે કલકત્તા અને આપપાસના ઉપનગરીય વિસ્તારના રોડમાં પાણીનો ભરાવો થયો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, વૃક્ષ ધરાશાયી થવાથી શહેરના એક ક્લબમાં એક વ્યક્તિનું મોત થયું છે.
પશ્ચિમ બંગાળમાં 'બુલબુલ' વાવાઝોડાને કારણે ભારે વરસાદ, એકનું મોત કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીથી છુટકારો મેળવવા માટે વિશેષ ટીમો તૈનાત કરીં છે. જે ઉંચી ક્ષમતાવાળા પંપથી પાણીનો નિકાલ કરી રહી છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, તે ખુદ પરિસ્થિતિનું મોનીટરીંગ કરીં રહ્યાં છે અને 'બુલબુલ' વાવાઝોડા સામે લડવા માટે તંત્ર દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે.
મુખ્યપ્રધાને જનતાને શાંતિ જાળવી રાખવા માટે ચિંતા ન કરવા અંગે આગ્રહ કર્યો છે. મળતી માહિતી મુજબ, સ્કૂલ, કૉલેજ અને આંગણવાડી કેન્દ્રને બંધ રાખવામાં આવ્યાં છે. તથા દરિયાકાંઠાના 1.2 લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
રાજ્ય સચિવાલયમાં ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (EOC) શરૂ કરવામાં આવ્યાં છે. શુક્રવારથી બંગાળ-ઓડિશા દરિયામાં માછલી પકડવા માટે પૂર્ણ રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત પ્રવાસીઓને દરિયાની નજીક ન જવા અંગે કહેવામાં આવ્યું છે.
હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર, ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગનાના દરિયાઇ વિસ્તારમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો હતો અને શનિવારે તે વધીને 120 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, કલકત્તામાં પણ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને 70 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પણ થઇ રહ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને કહ્યું કે, તે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સંભવ પગલાં લઇ રહ્યું છે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમણે વાવાઝોડા અંગે નિરીક્ષણ કર્યું છે.