ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'અમ્ફાન' પહેલા પણ પશ્ચિમ બંગાળ ઘણા મોટા ચક્રવાતનો ભોગ બન્યું - west Bengal

ખાડીની નજીક હોવાને કારણે, પશ્ચિમ બંગાળ પર હંમેશાં ચક્રવાત તોફાનો આવ્યા રહ્યા છે. આ તોફાનો એટલા ખતરનાક છે દરેક વસ્તુનો નાશ થઈ જાય છે. ચાલો જાણીએ કે પશ્ચિમ બંગાળમાં આજ સુધીમાં કેટલા મોટા ચક્રવાત -વાવાઝોડા આવ્યા છે અને તેઓએ કેટલી તબાહી સર્જાઈ છે.

'અમ્ફાન' પહેલા પણ પશ્ચિમ બંગાળ ઘણા મોટા ચક્રવાતનો ભોગ બન્યું
'અમ્ફાન' પહેલા પણ પશ્ચિમ બંગાળ ઘણા મોટા ચક્રવાતનો ભોગ બન્યું

By

Published : May 22, 2020, 5:18 PM IST

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં આજ સુધીમાં ઘણા મોટા ચક્રવાત -વાવાઝોડા આવ્યા છે અને તેઓએ ઘણી તબાહી સર્જી છે.

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અસર કરતા ચક્રવાત

7–12 ઑક્ટોબર, 1737

1737 માં, એક ચક્રવાતી તોફાન સુંદરવનમાંથી પસાર થયું. તેની ઉંચાઈ લગભગ 12 મીટર હતી. આ દરમિયાન લગભગ ત્રણ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

1833 માં સાગર આઇલેન્ડમાં આવેલા ચક્રવાતમાં લગભગ 30,000 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

2-5 ઑક્ટોબર, 1864

આ વાવઝોડું પશ્ચિમ બંગાળના કોન્ટાઇથી પસાર થયું હતું. ઘણી જગ્યાઓ પર મોજાઓની ઉંચાઇ 9 મીટર સુધીની હતી. જેમાં 50 હજાર લોકોના મોત થયા.

14-16 ઑક્ટોબર 1942

આ વાવાઝોડું કંટાઇ પાસે પશ્ચિમ બંગાળના કિનારા પાસેથી પસાર થયું. જેમાં દરિયાના મોજાની ઉંચાઇ 3 મીટર હતી અને અંદાજે 19 લોકોના મૃત્યું થયા હતા.

29 મે - 1 જૂન 1956

29 મે એ મેદિનીપુર જિલ્લામાં આ વાવાઝોડુ આવ્યું હતું. ખારા પાણી ખેતરોમાં આવી જવાના કારણે સમગ્ર પાક ખરાબ થઈ ગયો હતો.

27 સપ્ટેમ્બર-01 ઑક્ટોબર, 1971

આ વાવાઝોડુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પાસે સુંદરવનને પાર કરીને બિહાર પહોંચ્યું હતું, જ્યાં તે ખૂબ જ નબળું પડી ગયું હતું.

4 ડિસેમ્બર-11 ડિસેમ્બર, 1981

સાગર દ્વીપની પાસે પશ્ચિમ બંગાળ પર ચક્રવાત 10 ડિસેમ્બરે આવ્યું હતું, જેનાથી ભારે તારાજી સર્જાઇ હતી.

23-26 મે, 2009

આ વાવાઝોડુ સાગર દ્વીપના પૂર્વથી નજીકથી પસાર થયું, જેમાં 137 થી વધુ લોકોના મોત થયા હતા.

મે 2019

જ્યારે મે 2019 માં વાવાઝોડું કોલકાતામાંથી પસાર થયું ત્યારે પવનની ગતિ પ્રતિ કલાક 100 કિલોમીટરની હતી. આ વાવાઝોડુ શહેરની ઉપરથી પસાર થતાં ભારે વરસાદ વરસ્યો હતો.

નવેમ્બર 2019

વર્ષ 2019માં આવેલા બુલબુલ વાવાઝોડાથી સુંદરનવ ડેલ્ટા અને બાંગ્લાદેશના ખેપુપુરાની વચ્ચે ભૂસ્ખલન થઇ ગયું હતું. પરંતુ કોલકાતામાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details